સ્કૂલ,કોલેજની માફક BOBના કર્મચારીઓએ યોજી ઍલ્યુમની
૧૯૬૧ થી ૧૯૮૪ દરમ્યાન જોડાયેલા કર્મચારીઓએ વાતો વાગોળી
અગ્ર ગુજરાત, રાજકોટ
સામાન્યતઃ સ્કૂલ,કોલેજમાં સાથે ભણેલા લોકો વર્ષો પછી એકઠા થઈ પોતાના સ્મરણો વાગોળે અને વર્તમાનની વાતો કરે તેને આપણે ઍલ્યુમની કહીએ. તાજેતરમાં બેન્કના કર્મચારીઓએ આવી એક ઍલ્યુમની યોજીને નવો ચીલો પાડ્યો છે.
૧૯૬૧ થી ૧૯૮૪ દરમ્યાન બેન્ક ઓફ બરોડા મોરબી શાખામાં નોકરી મેળવનાર બેન્ક કર્મચારીઓની એક મિટિંગ(ઍલ્યુમની) મોરબી ખાતે યોજાઇ હતી જેમાં રાજકોટ,અમદાવાદ અને મોરબી ખાતે રહેતા આ સમય દરમ્યાન કામ કરી ચૂકેલા કર્મચારીઓએ એકઠા થઈને સંસ્મરણો વાગોળ્યા હતા અને વર્તમાનની વાતો કરી હતી. આ મિટિંગ માં રાજકોટથી આવેલઆ ૮૭ વર્ષના પી.જે.રાણા હતા. તો ૧૯૮૩ માં દાખલ થયેલા અમદાવાદથી ખાસ આવેલા ઘનશ્યામ પટેલ પણ હતા.આ મિટિંગ દરમ્યાન દરેક બેન્ક કર્મચારીઓએ પોતાની બેન્કિંગ કારકિર્દીની વાતો વાગોળી હતી તેમજ તેઓએ વર્તમાનમાં આર્થિક,સામાજિક,કૌટુંબિક સદ્ધરતા તેમજ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. મોરબી ખાતે નર્મદા બાલઘર ખાતે યોજાએલ આ કાર્યક્રમને સફળ બનાવવા સી પી શાહ,જે ડી જાડેજા,જયેશ ઓજા,મહેન્દ્ર પોપટ તેમજ અન્યોએ સરાહનીય કામગીરી કરી હતી.
આ મિટિંગમાં રાજકોટથી આવેલ ભાવેશ આચાર્યએ આ પ્રકારની મિટિંગમાં વર્ષો પછી જૂના સાથીદારો મળતા જીવનમાં એક નવી ઉર્જા આવતી હોવાનું જણાવ્યું હતું.


