By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાવનગર રોડની આંગડિયા પેઢીમાં રૂ.19 લાખની લૂંટનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ભાવનગર રોડની આંગડિયા પેઢીમાં રૂ.19 લાખની લૂંટનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો

Editor
Last updated: 2026/08/10 at 4:08 PM
39 minutes ago
Share
ભાવનગર રોડની આંગડિયા પેઢીમાં રૂ.19 લાખની લૂંટનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
SHARE

ભાવનગર રોડની આંગડિયા પેઢીમાં રૂ.19 લાખની લૂંટનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો

વેસ્ટ બંગાળ અને મથુરાથી બે આરોપીને ઝડપી લેતી ક્રાઇમબ્રાંચ ; ઉત્તર પ્રદેશ-રાજસ્થાનના બે સાગરીતો હજુ ફરાર; ઝડપાયેલા આરોપીઓ પાસેથી વધુ ગુનાઓની કડીઓ મળવાની શક્યતા

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલી પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં ગત તા.30 જુલાઈના રોજ બંદૂક બતાવી રૂ.19 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી ફરાર થયેલા લૂંટારુઓના ગુનાનો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર રાજ્યની બહાર તપાસનો દોર લંબાવી વેસ્ટ બંગાળમાંથી રમઝાનઅલી ઉર્ફે રાજુ તથા ઉત્તર પ્રદેશના મથુરામાંથી પ્રવીણ નામના બે આરોપીઓને ઝડપી રાજકોટ લાવી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે લૂંટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓની શોધખોળ હજુ ચાલુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તા.30 જુલાઈના બપોરના સમયે ભાવનગર રોડ પર આવેલી પ્રાઇમ એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં બે અજાણ્યા શખ્સો ઘૂસી આવ્યા હતા. બંનેએ બંદૂક બતાવી પેઢીના હિસાબનો થેલો ઝૂંટવી લીધો હતો. થેલામાં રોકડ રૂ.19 લાખ હોવાનું જાણવા મળ્યું હતું. લૂંટ બાદ બંને શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ અંગે આંગડિયા પેઢીમાં નોકરી કરતા અલ્કેશભાઈ ગીરીશભાઈ દવેએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 309(4), 311, 3(5), આર્મ્સ એક્ટની કલમ 25(1-બી) તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો. દિવસ દરમિયાન ધોળા દિવસે આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ લાખોની લૂંટ થતા પોલીસ તંત્રમાં પણ ચકચાર મચી હતી.
લૂંટનો બનાવ ગંભીર હોવાને પગલે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત બી. બસીયાએ ગુનાનો તાત્કાલિક ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી લેવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એન. પરમાર સહિતની ટીમો તેમજ ડી.પી. ઝાલા, વી.ડી. ડોડીયા, એસ.એમ. રાણા અને વી.ડી. રાવલીયાની ટીમોએ અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી મળેલી વિગતો ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી. તપાસ દરમિયાન લૂંટના તાર ગુજરાત બહાર સુધી પહોંચતા પોલીસની ટીમોએ વેસ્ટ બંગાળ અને ઉત્તર પ્રદેશ સુધી તપાસ લંબાવી હતી.
તપાસ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે આરોપી રમઝાનઅલી ઉર્ફે રાજુ રાહુલ કુરબાનઅલી શેખ, ઉંમર 32 વર્ષ, રહે. નાગદા ચરાપોલે મસ્જિદપરા ગલી, કંપા, જિલ્લા નોર્થ 24 પરગણા, વેસ્ટ બંગાળને વેસ્ટ બંગાળમાંથી ઝડપી લીધો હતો.
બીજા આરોપી પ્રવીણ ખજીઓ, ઉંમર 28 વર્ષ, રહે. ઇન્દિરા વિકાસ કોલોની, નવાદા, મથુરા, ઉત્તર પ્રદેશને મથુરાથી ઝડપી રાજકોટ લાવવામાં આવ્યો હતો. બંને આરોપીઓની ધરપકડ સાથે રૂ.19 લાખની લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરવામાં આવ્યો છે.
આ લૂંટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસને આરોપી આસુ ઉર્ફે આસ મોહંમદ અયુબ, રહે. ભાર્ગવ ગલી, ચોકબજાર, કોતવાલી, ઉત્તર પ્રદેશ તથા અરુણ ઉર્ફે ઇલુ ખટીક બીશનસિંગ જગનસિંગ ખટીક, રહે. ભરતપુર, રાજસ્થાન, હાલ વૃંદાવનની શોધખોળ હાથ ધરી છે.
ખાસ બાબત એ છે કે ફરાર આરોપી આસુ ઉર્ફે આસ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ અને મથુરા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં લૂંટ, ધાડ, હત્યાના પ્રયાસ, ગેંગસ્ટર એક્ટ અને આર્મ્સ એક્ટ સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેની સામે મથુરા જીઆરપી, કિશનપુરા/ગંજ, નરહોલી, અચ્છનેરા, સિકંદરા, ગોવિંદનગર અને કોતવાલી પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપી પ્રવીણ ખજીઓનો પણ ગુનાહિત ભૂતકાળ છે. રાજસ્થાનના દીદ પોલીસ સ્ટેશનમાં તેની સામે વર્ષ 2021માં આર્મ્સ એક્ટની કલમ 3/25 તેમજ આઈપીસીની કલમ 392 હેઠળ ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસ હવે આરોપીઓએ રાજકોટની લૂંટ ઉપરાંત અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ, લૂંટનો માસ્ટરમાઇન્ડ કોણ છે અને લૂંટની રોકડ ક્યાં સગેવગે કરવામાં આવી છે તે સહિતની બાબતો અંગે વધુ તપાસ કરી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોમાં એ.એસ.આઈ. દિગ્પાલસિંહ જુવાનસિંહ, અમીતકુમાર પુરણદાસ, યશવંતભાઇ દિલુભાઇ, હિતેન્દ્રસિંહ પરબતસિંહ, સમીરભાઇ ઇકબાલભાઇ, અશોકકુમાર ભંવરલાલ, રણજીતસિંહ ગણેશભાઇ, સંજયભાઇ રામજીભાઇ, વિજયરાજસિંહ રણજીતસિંહ, ભાવેશકુમાર ગોવીંદસિંહ તથા પો.હેડકોન્સ. સુભાષભાઇ સોંડાભાઇ, સંજયકુમાર બાબુભાઇ, પ્રદિપસિંહ ગુલાબસિંહ, રાજેશભાઇ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. પોલીસની ઝડપી કાર્યવાહીથી રાજકોટમાં બનેલી રૂ.19 લાખની આંગડિયા લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાતા પોલીસ તંત્રને મોટી સફળતા મળી છે.

You Might Also Like

જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની એલીટ દ્વારા રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

સોમનથમાં શ્રાવણમાં ભક્તિ, ભજન અને ભોજનનો થશે ત્રિવેણી સંગમ

વિરપુરમાં રૂ.15.01 લાખની છેતરપિંડીના ગુનામાં સુરતના આરોપીની ધરપકડ

જેતપુર પાલિકામાં મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશી પર બેસી પતિદેવો દ્વારા વહિવટ

ઉપલેટામાં ફરી લેટર બોમ્બ, નગરપાલિકાના કામો-કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ:  જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા
ગુજરાતરાજકોટ

મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ:  જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા

Editor By Editor 6 days ago
વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ
ઉપલેટામાં બે વખતથી વીજ બિલમાં ત્રણથી પાંચ ગણો ધરખમ વધારો આવતા નાગરિકોમાં રોષ
નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, મહિને 30 હજાર કિલોનું થતું વેંચાણ
સાતમ-આઠમનો તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ઉછાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?