By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: “વેટીવર ઘાસ”: જમીન, જળ અને જીવનને સુરક્ષિત બનાવતું પ્રકૃતિનું અનમોલ વરદાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

“વેટીવર ઘાસ”: જમીન, જળ અને જીવનને સુરક્ષિત બનાવતું પ્રકૃતિનું અનમોલ વરદાન

Editor
Last updated: 2026/08/10 at 5:06 PM
11 minutes ago
Share
“વેટીવર ઘાસ”: જમીન, જળ અને જીવનને સુરક્ષિત બનાવતું પ્રકૃતિનું અનમોલ વરદાન
SHARE

“વેટીવર ઘાસ”: જમીન, જળ અને જીવનને સુરક્ષિત બનાવતું પ્રકૃતિનું અનમોલ વરદાન

માટી ધોવાણ રોકવાની ક્ષમતા અને પર્યાવરણ સંરક્ષણ માટે “Miracle Grass”, “Soil Saver” અને “Nature’s Green Barrier” જેવા ઉપનામોથી જાણીતા વેટીવર ઘાસથી જળ-જમીન સંરક્ષણ સાથે આર્થિક ઉપાર્જનની તકો

સુગંધિત મૂળમાંથી તેલ, અત્તર, કોસ્મેટિક્સ અને આયુર્વેદિક ઉત્પાદનો તેમજ પાંદડા-તણખલાંમાંથી હસ્તકલાની ચીજવસ્તુઓનું ઉત્પાદન

આબોહવા પરિવર્તન, જમીન ધોવાણ, પાણીની અછત અને પર્યાવરણ પ્રદૂષણ જેવી સમસ્યાઓના કુદરતી અને ટકાઉ ઉકેલ તરીકે વેટીવર ઘાસ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. માટી અને જળ સંરક્ષણથી લઈને પર્યાવરણ શુદ્ધિકરણ તથા ગ્રામ્ય રોજગારી સુધી અનેક ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થઈ શકે છે.

વેટીવરનું વૈજ્ઞાનિક નામ Chrysopogon zizanioides છે. આ ઘાસ ગરમ અને વરસાદી આબોહવામાં સારી રીતે વિકસે છે. તેનો છોડ સામાન્ય રીતે ૧.૫થી ૨ મીટર સુધી ઊંચો થાય છે, જ્યારે તેની મજબૂત મૂળ પ્રણાલી જમીનમાં ૩થી ૪ મીટર સુધી ઊંડી જઈ શકે છે. આ ઊંડી અને ગાઢ મૂળ વ્યવસ્થા તેને માટી ધોવાણ રોકવા માટે અત્યંત ઉપયોગી બનાવે છે.

ખેતરની હદ, ઢોળાવવાળા વિસ્તારો, નદી-નાળાના કાંઠા, તળાવો અને ચેકડેમ આસપાસ વેટીવરનું વાવેતર કરવાથી જમીનની સ્થિરતા વધે છે અને ઉપજાઉ માટીનું ધોવાણ ઘટે છે. તેના મૂળ વરસાદી પાણીને જમીનમાં ઉતરવામાં મદદ કરે છે અને પાણીના વહેણની ગતિ ધીમી કરીને જળ સંચયને પ્રોત્સાહન આપે છે. ભારે વરસાદ દરમિયાન રસ્તા, કેનાલ, રેલવે લાઇન તથા અન્ય માળખાઓના કિનારા ધોવાઈ જવાની સમસ્યા ઘટાડવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણમાં પણ વેટીવર ઉપયોગી છે. જમીન અને પાણીમાં રહેલા કેટલાક પ્રદૂષકો તથા ભારે ધાતુઓને શોષવાની તેની ક્ષમતાને Phytoremediation તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત, વેટીવરનો જૈવિક દ્રવ્ય અને મૂળ કાર્બન સંગ્રહમાં પણ યોગદાન આપી શકે છે. તેથી આ ઘાસને Nature-based Solution (NbS) તરીકે પણ મહત્વ મળી રહ્યું છે.

વેટીવરનો ઉપયોગ માત્ર પર્યાવરણ સંરક્ષણ પૂરતો સીમિત નથી. તેના સુગંધિત મૂળમાંથી મેળવાતું વેટીવર તેલ અત્તર, સુગંધિત દ્રવ્યો, સાબુ, કોસ્મેટિક્સ અને આયુર્વેદિક ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાય છે. તેની વિશિષ્ટ સુગંધને કારણે અરોમાથેરાપીમાં પણ તેનો ઉપયોગ થાય છે.

ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં વેટીવર (ખસ)નું ઉત્પાદન થાય છે. તેનો ઉપયોગ સુગંધિત તેલ ઉપરાંત માટી-જળ સંરક્ષણ અને પર્યાવરણીય પુનઃસ્થાપન માટે થાય છે.

ગ્રામીણ અર્થતંત્ર માટે પણ વેટીવર રોજગારીનું સાધન બની શકે છે. તેના પાંદડા અને તણખલાંમાંથી ચટાઈ, ટોપલી, પંખા, પડદા તથા વિવિધ સુશોભન સામગ્રી જેવી હસ્તકલાની ચીજવસ્તુઓ બનાવી શકાય છે. આ પ્રવૃત્તિઓ ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓ માટે સ્વરોજગારની નવી તકો ઊભી કરી શકે છે.

વેટીવર દુષ્કાળ, પૂર, ઊંચા તાપમાન જેવી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ વિકસવાની ક્ષમતા ધરાવે છે અને વિવિધ પ્રકારની જમીનમાં ઉગી શકે છે. ઓછા જતન અને પ્રમાણમાં ઓછા ખર્ચે ઉગાડી શકાય તેવું આ ઘાસ પર્યાવરણલક્ષી યોજનાઓ માટે ઉપયોગી કુદરતી સાધન બની શકે છે.

આમ, વેટીવર ઘાસ માત્ર સામાન્ય ઘાસ નથી, પરંતુ માટી અને જળ સંરક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ, પર્યાવરણ પુનઃસ્થાપન અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની ક્ષમતા ધરાવતી કુદરતી સંપત્તિ છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે હરિત અને ટકાઉ વિકાસ તરફ આગળ વધતા સમયમાં વેટીવર ઘાસ ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત પર્યાવરણની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

માહિતી સંકલન: રિધ્ધિ ત્રિવેદી

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

જામનગર-અમૃતસર ભારતમાલા પ્રોજેકટમાં ગુણવત્તા ધરાશાઇ

ઉજ્જૈન દર્શન કરવા ગયેલા પંચમહાલના છ મિત્રોને કાળ આંબ્યો

 સરકારી દસ્તાવેજોની ચકાસણી હવે RTI અરજીકર્તાએ પોતે જ કરવી પડશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કે. જી. ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી ધાર્મિક ભાલારાએ હાઈડ્રોપાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા
રાજકોટ

કે. જી. ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી ધાર્મિક ભાલારાએ હાઈડ્રોપાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા

Editor By Editor 3 days ago
બનાસકાંઠાના અમીરગઢ અને કાંકરેજ ગામમાં ચાંદીપુરાથી બે બાળકોના મોત
 વોર્ડ નં.૮ બિમારીનું ઘર, ૬૬૯ ઘરમાં મચ્છરના ઝુંડ
લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
ધોરાજી સરકારી હોસ્પિટલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો: દૈનિક OPD ૧,૦૦૦ને પાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?