By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: નામની ભૂલથી રાજકોટ સિવિલમાં 18 કલાક દર્દીઓ વચ્ચે મૃતદેહ રઝળ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

નામની ભૂલથી રાજકોટ સિવિલમાં 18 કલાક દર્દીઓ વચ્ચે મૃતદેહ રઝળ્યો

Editor
Last updated: 2026/08/13 at 4:54 PM
13 minutes ago
Share
નામની ભૂલથી રાજકોટ સિવિલમાં 18 કલાક દર્દીઓ વચ્ચે મૃતદેહ રઝળ્યો
SHARE

નામની ભૂલથી રાજકોટ સિવિલમાં 18 કલાક દર્દીઓ વચ્ચે મૃતદેહ રઝળ્યો

પરિવારને મૃતદેહ સોંપવા માટે નોટરીનો આગ્રહ કરાયો હોવાનો આક્ષેપ : આધારકાર્ડના આધારે સુધારો થઈ શકે તેવી બાબતમાં પરિવારને કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડ્યા

RMO દુસરાએ કહ્યું- રૂ.50ના સ્ટેમ્પ પર નોટરી કરાવી આવો પછી મૃતદેહ આપીએ

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના શાપર વિસ્તારમાં ગત તા.12 ઓગસ્ટે બનેલા હત્યાના ચકચારી બનાવ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા યુવકનું મોત થયા પછી હોસ્પિટલની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મૃતક યુવકનું નામ હોસ્પિટલના રેકોર્ડમાં અલગ રીતે નોંધાઈ જતા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં વિલંબ થયો હોવાનો આક્ષેપ છે. પરિવારનો દાવો છે કે વહેલી સવારે આશરે ચાર વાગ્યે યુવકનું મૃત્યુ થયું હોવા છતાં લાંબા સમય સુધી મૃતદેહ દર્દીઓની અવરજવર વચ્ચે જ રાખવામાં આવ્યો હતો અને નામની ભૂલ સુધારવા માટે પરિવારને ભારે ધક્કા ખાવા પડ્યા હતા.
મૃતક યુવકની ઓળખ બ્રિજવિહારી તરીકે થઈ હોવાનું જાણવા મળે છે. પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા બાદ મૃતદેહ મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, નામમાં રહેલી ભૂલના કારણે મૃતદેહ સોંપવામાં આવ્યો ન હોવાનું પરિવારજનોનું કહેવું છે. જે વિગતો આધારકાર્ડ સહિતના દસ્તાવેજોના આધારે સુધારી શકાય તેવી હોવા છતાં પરિવારને નોટરી કરાવવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, મૃતદેહ વહેલી સવારે મૃત્યુ પામ્યો હોવા છતાં મૃત જાહેર કરવાની કાર્યવાહી અને મેડિકલ રેકોર્ડમાં સમયની નોંધ અંગે પણ અસ્પષ્ટતા જોવા મળી હતી. નર્સિંગ સ્ટાફ અને તબીબો વચ્ચે મૃતકના મૃત્યુનો ચોક્કસ સમય રેકોર્ડમાં કયો દર્શાવવો તે અંગે ચર્ચા થઈ હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગંભીર બનાવમાં આવી પ્રકારની બેદરકારી દર્દીના પરિવાર માટે વધુ મુશ્કેલી ઊભી કરે છે તેવો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. મૃતદેહ સોંપવા અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના RMO હર્ષદ દૂસરાએ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે, નામની ભૂલને કારણે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી હતી અને પરિવાર રૂ.50ના સ્ટેમ્પ ઉપર નોટરી કરાવીને આવે ત્યારબાદ મૃતદેહ સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અંતે જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આશરે છ કલાક પછી પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર ઘટનાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની વહીવટી કામગીરી સામે ફરી પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. એક તરફ ગંભીર હત્યાના બનાવમાં પરિવાર પહેલેથી જ આઘાતમાં હોય અને બીજી તરફ મૃતદેહ મેળવવા માટે કાગળની પ્રક્રિયા તથા નોટરી માટે દોડધામ કરવી પડે તો હોસ્પિટલની વ્યવસ્થાની સંવેદનશીલતા અંગે સવાલ ઊભો થાય છે.
હોસ્પિટલમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત રાઉન્ડ અને વોર્ડની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે કે નહીં તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. હોસ્પિટલમાં અધિકારીઓની મુલાકાત હોય ત્યારે તંત્ર સક્રિય બની જતું હોવાના આક્ષેપો વચ્ચે સામાન્ય દિવસોમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને થતી મુશ્કેલીઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે. હવે સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા શું તપાસ કરવામાં આવે છે અને નામની સામાન્ય ભૂલને કારણે મૃતદેહ સોંપવામાં થયેલા વિલંબ અંગે જવાબદારી નક્કી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું.

You Might Also Like

ઉપલેટામાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા મામલે ચીફ ઓફિસર ગ્રાઉન્ડ પર: ૬ સદસ્યોની રજૂઆત બાદ તંત્ર એક્શનમાં

દીવના વણાંકબારામાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ચાલતી ‘અમર ફરસાણ’ સીલ

 યાત્રાધામ વીરપુરમાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ૧ કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

 વેરાવળ જેલમાંથી કેદીને બહાર લાવવા કથિત મેડિકલ સર્ટિફિકેટનો ગંદો ખેલ

સોશિયલ મીડિયામાં મિડલ ક્લાસની શોધખોળ પર નજર, પછી યુવતી મારફતે ફ્રોડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં વોલ્વો વેઇટિંગ રૂમ વહેલો બંધ થવા મામલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં ફરિયાદ
રાજકોટ

રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં વોલ્વો વેઇટિંગ રૂમ વહેલો બંધ થવા મામલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં ફરિયાદ

Editor By Editor 50 minutes ago
આકૃતિ ગ્રુપ દ્વારા તા.૧૪ થી ૧૬ યોજાશે આર્ટ પ્રદર્શન
APK ફાઇલ દ્વારા ઓનલાઇન નાણા ખંખેરતી આંતરરાજય ગેંગ ઝડપાઇ, ૧૨૫ કરોડની ઠગાઇ
આચાર્ય બનવા ૯૦૦૦થી વધારે ઉમેદવારે આપી HTAT પરીક્ષા
રાજકોટમાં અખાદ્ય એનાલોગ પનીર-ચીઝનો કારોબાર ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?