By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: બામણબોર પાસે ટ્રકમાંથી 1.02 કરોડનો 205 કિલો ગાંજો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બામણબોર પાસે ટ્રકમાંથી 1.02 કરોડનો 205 કિલો ગાંજો ઝડપાયો

Editor
Last updated: 2026/08/18 at 4:10 PM
21 minutes ago
Share
બામણબોર પાસે ટ્રકમાંથી 1.02 કરોડનો 205 કિલો ગાંજો ઝડપાયો
SHARE

સૌરાષ્ટ્રમાં માદક પદાર્થની સપ્લાય ચેન પર SOG નો વાર

બામણબોર પાસે ટ્રકમાંથી 1.02 કરોડનો 205 કિલો ગાંજો ઝડપાયો

સ્ટીલના પાઇપની આડમાં ઓરિસ્સાથી રાજકોટ લવાતો હતો જથ્થો, ઉપલેટા અને રાજકોટના બે શખ્સો દબોચાયા, સૌરાષ્ટ્રના પાંચ શહેરોમાં સપ્લાય થવાનો ખુલાસો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર એસઓજીએ નશાના કારોબાર સામે અત્યાર સુધીની મોટી કાર્યવાહી હાથ ધરી બામણબોર ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાં છુપાવીને લઈ જવાતો રૂ.1.02 કરોડની કિંમતનો 204.900 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. સ્ટીલના પાઇપની આડમાં ઓરિસ્સાથી રાજકોટ તરફ લાવવામાં આવી રહેલો આ જથ્થો શહેરમાં પહોંચે તે પહેલાં જ એસઓજીની ટીમે ઝડપી પાડતાં ગાંજાની સપ્લાય ચેનને મોટો ફટકો પડ્યો છે. પોલીસે ગાંજા સહિત ટ્રક, મોબાઈલ અને સ્ટીલના પાઇપ મળી કુલ રૂ.1.55 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસિયાની સૂચના હેઠળ એસઓજી પીઆઇ એન.બી.ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ બી.વી.ચુડાસમા, વી.વી.ધ્રાંગુ અને એમ.વી.જાડેજાની ટીમે બાતમીના આધારે બામણબોર નજીક એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ સામે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બાતમીવાળો જીજે-03-બીવી-5112 નંબરનો ટ્રક પસાર થતાં તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં રહેલા બે શખ્સોની પૂછપરછ કરતા તેમની ઓળખ ઉપલેટાના મહંમદ ઉર્ફે કાળો હુશેન ઉર્ફે કડીબાપુ સર્વદી અને રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અરબાઝ સલીમ સંધી તરીકે થઈ હતી. ટ્રકની ઝીણવટભરી તપાસ કરતાં સ્ટીલના પાઇપની વચ્ચે શંકાસ્પદ પેકેટો છુપાવેલા મળી આવ્યા હતા. તપાસ બાદ તેમાં 204.900 કિલો ગાંજો હોવાનું સામે આવ્યું હતું.
એસઓજીએ ગાંજો, ટ્રક, ત્રણ મોબાઈલ ફોન તથા સ્ટીલના પાઇપ સહિત કુલ રૂ.1,55,73,730નો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં ગાંજાનો જથ્થો જંગલેશ્વરના રમીઝ ઉર્ફે માયો રજાકભાઈએ મંગાવ્યો હોવાનું અને ઓરિસ્સાથી ગાંજાની વ્યવસ્થા હડાળાના અમિત ઉર્ફે ગુરખાએ કરી હોવાનું સામે આવ્યું છે. બંને હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસની તપાસમાં વધુ એક મહત્વની કડી બહાર આવી છે. આ ગાંજાનો જથ્થો માત્ર રાજકોટમાં જ ખપાવવાનો નહોતો, પરંતુ ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ અને મોરબી સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવાનો હોવાની આશંકા છે. આથી રમીઝ ઉર્ફે માયો અને અમિત ઉર્ફે ગુરખાની ધરપકડ થાય તો સમગ્ર સપ્લાય નેટવર્કની વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. પૂછપરછમાં એવું પણ જાણવા મળ્યું છે કે ટ્રકચાલક અને તેનો સાથી પ્રતિ ટ્રીપ રૂ.20 હજારના વળતરના બદલામાં ગાંજાની હેરાફેરી કરતા હતા. બંને અગાઉ બે વખત આવી ટ્રીપ કરી ચૂક્યા હોવાનું પણ પોલીસ સમક્ષ બહાર આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે 205 કિલો ગાંજો લેવા માટે રમીઝ ઉર્ફે માયો પણ ઓરિસ્સા ગયો હતો. ત્યાં અમિત ઉર્ફે ગુરખાએ જથ્થાની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ ટ્રક રાજકોટ તરફ રવાના થયો હતો. બગોદરા નજીક રમીઝ ટ્રકમાંથી ઉતરી એસટી બસ મારફતે નીકળી ગયો હતો અને બંને કેરિયરોને રાજકોટ તરફ રવાના કર્યા હતા. જોકે ગાંજાનો જથ્થો રાજકોટ પહોંચે તે પહેલાં જ બામણબોર પાસે એસઓજીની વોચમાં આખું કૌભાંડ ઝડપાઈ ગયું હતું.
પોલીસ હવે ફરાર સપ્લાયર અને રીસીવરને ઝડપી સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ આગળ ધપાવી રહી છે.

સ્ટીલના પાઇપની આડમાં કરોડોનો નશો

ઓરિસ્સાથી રાજકોટ લાવવામાં આવી રહેલો 204.900 કિલો ગાંજો સામાન્ય માલસામાનની જેમ ટ્રકમાં છુપાવવામાં આવ્યો હતો. ટ્રકમાં ભરેલા સ્ટીલના પાઇપ વચ્ચે ગાંજાના પેકેટો એવી રીતે સંતાડવામાં આવ્યા હતા કે સામાન્ય તપાસમાં જથ્થો ઝડપાઈ ન શકે. જોકે એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે બામણબોર પાસે ટ્રક રોકાવી ઊંડી તપાસ કરતાં નશાનો આ મોટો જથ્થો બહાર આવ્યો હતો. ગાંજાની કિંમત રૂ.1.02 કરોડ આંકવામાં આવી છે.

એક ટ્રીપના રૂ.20 હજાર, અગાઉ બે ફેરા પણ કર્યા

ગાંજાની હેરાફેરી માટે ટ્રકમાં ઝડપાયેલા બંને શખ્સોને પ્રતિ ટ્રીપ રૂ.20 હજાર ચૂકવવામાં આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ બંને અગાઉ પણ બે વખત ગાંજાનો જથ્થો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી ચૂક્યા હતા. ત્રીજી ટ્રીપમાં તેઓ 205 કિલો જેટલો મોટો જથ્થો લઈને રાજકોટ તરફ આવી રહ્યા હતા ત્યારે એસઓજીની ટીમે તેમને ઝડપી લીધા.

રમીઝ-અમિતની શોધ, નશાની ચેનલ ખુલવાની શક્યતા

ગાંજાના જથ્થાનો રીસીવર જંગલેશ્વરનો રમીઝ ઉર્ફે માયો હોવાનું અને ઓરિસ્સાથી માલની વ્યવસ્થા હડાળાના અમિત ઉર્ફે ગુરખાએ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બંને હાલ ફરાર છે. તેમની ધરપકડ બાદ ગાંજો ક્યાંથી આવતો હતો, કોને પહોંચાડાતો હતો અને સૌરાષ્ટ્રમાં કયા વિસ્તારોમાં સપ્લાય થતો હતો તેની વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

રાજકોટ સહિત પાંચ શહેરોમાં ખપાવવાનો હતો જથ્થો

એસઓજીના હાથે ઝડપાયેલો 205 કિલો ગાંજો માત્ર રાજકોટમાં જ ખપાવવાનો નહોતો. પોલીસને પ્રાથમિક તપાસમાં રાજકોટ ઉપરાંત ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ અને મોરબી સુધી ગાંજાનો જથ્થો પહોંચાડવાનો હોવાની આશંકા છે. ટ્રકમાં રહેલો સ્ટીલ પાઇપનો માલ રાજકોટ અને મોરબીમાં ઉતારવાનો હતો અને તેની આડમાં ગાંજાનો જથ્થો અલગ-અલગ સ્થળે પહોંચાડવાનો હતો. જોકે તે પહેલાં જ એસઓજીની કાર્યવાહીથી સપ્લાયની કડી તૂટી ગઈ.

 

You Might Also Like

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં દેશભકિત ગીત સ્પર્ધા યોજાઇ

વિવિધ વિસ્તારોમાં અકાળે અવસાન પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

સોયાબીન તેલમાંથી સિંગતેલ-સૂરજમુખી તેલ બનાવવાનું કારસ્તાન ઝડપાયું

ટેકનોલોજીની મદદથી શાપર પોલીસે ૬.૭૧ લાખના ચોરાયેલા મોબાઇલ શોધી કાઢયા

નંબર પ્લેટ વગર વાહન ચલાવશો તો પેટ્રોલ-ડીઝલ પણ નહીં મળે!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળ જેલમાંથી કેદીને બહાર લાવવા કથિત મેડિકલ સર્ટિફિકેટનો ગંદો ખેલ
ગુજરાત

 વેરાવળ જેલમાંથી કેદીને બહાર લાવવા કથિત મેડિકલ સર્ટિફિકેટનો ગંદો ખેલ

Editor By Editor 5 days ago
 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી
મહિલા ક્રિકેટ મામલે નિરંજન શાહના જૂના વિચારો ફરી ચર્ચામાં
રાજકોટ નમપા સંચાલિત ૩ અંગ્રેજી માધ્યમની શાળાઓના ૯૦૦થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં: સંચાલન બદલાવાની ચર્ચાથી વાલીઓમાં રોષ
સિવિલમાં થેલેસેમીયા મેજરોને પડતી હાલાકી અંગે આપનું કલેકટરને આવેદન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?