પુજીત રૂપાણી ટ્રસ્ટ-રોટરી કલબ દ્વારા રવિવારે ડાયાબિટીસ-આંખો માટે નિદાન કેમ્પ
નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનું નિદાન કરાશે : ચશ્મા વિતરણનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ અંતર્ગત તા.૨૩/૦૮/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ દરમ્યાન પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, “કિલ્લોલ”, 1-મયુરનગર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વઝોન) સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુક્ત ઉપક્રમે ડાયાબિટીસ તથા આંખના રોગોના નિઃશુલ્ક નિદાન કેમ્પ તથા આર.કે.જૈન ફાઉન્ડેશનના સહયોગથી જરૂરિયાતમંદ દર્દીઓને વાંચવાના (બેતાલા)ચશ્માંનું નિઃશુલ્ક વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં રાજકોટના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે તેમજ જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. જે અંતર્ગત આંખના રોગોના નિષ્ણાંત ડો.અનિમેષભાઈ ધ્રુવ, ડો.મનોજભાઈ ભટ્ટ, ડો.દર્શનભાઈ ભટ્ટ તથા ડો.અનુપ્રિયાબેન કોહલી ભટ્ટ, તેમજ ડાયાબિટીસના રોગોના નિષ્ણાંત ડો. બીરજુભાઈ મોરી અને ડો. હીરેનભાઈ વાઢીયા પોતાની સેવાઓ આપશે.
કેમ્પનું ઉદ્ઘાટન આર.કે. જૈન ફાઉન્ડેશન તથા એ.વી.આર. વિક્રમ વાલ્વ્ઝ પ્રા. લિ.ના વિક્રમભાઈ જૈનના હસ્તે કરવામાં આવશે.Bottom of Form
દરેક જરૂરિયાતમંદ દર્દીઓને પોતાના આરોગ્યની સુખાકારી માટે આ કેમ્પનો લાભ લેવા પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટનાં ચેરમેન અંજલિબેન વિજયભાઇ રૂપાણી દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
કેમ્પના આયોજનમાં ટ્રસ્ટના ચેરમેન અંજલિબેન રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના મેડીકલ કમિટી મેમર્બ્સ મહેશભાઈ ભટ્ટ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.નયનભાઈ શાહ, દિવ્યેશભાઈ અઘેરા, ગીતાબેન બિપીનભાઈ વસા, શૈલેષભાઈ લોટીયા, હરીશભાઈ શાહ, કેતનભાઈ મેસવાણી કાર્યશીલ છે.
કેમ્પની વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.


