VYO શ્રીનાથ ધામ હવેલી ખાતે તા. ૨૫ થી ૩૦ પૂ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજીની પધરામણી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં VYO શ્રીનાથ ધામ હવેલી, મોટા મવા રોડ ખાતે આવનાર તા.૨૫ થી ૩૦ ઓગસ્ટ દરમ્યાન વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિ રહેશે. ૨૫ ઓગસ્ટ પવિત્રા બારસના રોજ પૂજયને રાજભોગ દર્શન એવમ્ હિંડોળા દર્શનમાં વૈષ્ણવો પવિત્રા ધરી શકશે તેમજ પૂજ્યની મંગલ ઉપસ્થિતિમાં રોજ સાંજે ૬:૦૦ કલાકથી શ્રી ઠાકોરજીના સુખાર્થે ભવ્યાતિ ભવ્ય હિંડોળા મનોરથના દર્શનનો લાભ શહેરીજનોને પ્રાપ્ત થશે. તેમજ રોજ સવારે મંગળા દર્શનમાં પૂજ્યશ્રી દ્વારા શ્રી ગિરિરાજજી પ્રભુને દુગ્ધાભિષેક કરવામાં આવશે. ૨૯ ઓગસ્ટ (શનિવાર)ના રોજ સવારે ૯:૩૦ કલાકે પૂજ્ય દ્વારા વૈષ્ણવોના ઠાકોરજી પુષ્ટ કરવામાં આવશે. ૩૦ ઓગસ્ટ (રવિવાર) ના રોજ સવારે ૭:૦૦ કલાકે હવેલીમાં ઠાકોરજી સમક્ષ પૂજ્યશ્રી દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા આપવામાં આવશે. પૂજ્યની મુલાકાત એવમ્ આશીર્વાદ લેવા માટે દરરોજ રાજભોગ દર્શનમાં બપોરે ૧૧:૧૫ થી ૧૨:૧૫ અને હિંડોળા દર્શનમાં સાંજે ૬:૦૦ થી ૮:૦૦ કલાક નું રહેશે. વધુ વિગત માટે ૯૩૧૬૨ ૫૩૪૨૩ નંબર પર સંપર્ક કરવો.


