જન્માષ્ટમીની ધર્મ યાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાળાની વરણી
સમિતીના ઉપાધ્યક્ષ અને સહ ઇનચાર્જની નિમણુક કરાઇ : આગામી કાર્યક્રમોની તારીખ જાહેર
અગ્ર ગુજરાત, રાજકોટ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા માર્ગદર્શન સમીતીના સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા ઉપરાંત સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા તમામ ના સર્વાનુમતે ધર્મ યાત્રાને વધુ ભવ્ય, દિવ્ય અને શિસ્તબદ્ધ રીતે સમ્પન્ન કરવા માટે ધર્મયાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાળાની વરણી કરવામા આવી હતી. તેમની આગેવાનીમા ધર્મયાત્રામા મોટી સંખ્યામા સંતો મહંતો, ધાર્મીક આગેવાનો, સામાજીક સંસ્થાઓ, વિવિધ મંડળો અને તમામ ધર્મપ્રેમી નાગરીકો જોડાય તેવા પ્રયત્નો કરવામા આવશે. ઉપરાંત સમીતીના ઉપાધ્યક્ષ તરીકે ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઇ નડીયાપરા, એન. જી. પરમાર તથા ડો. હિરેન વિસાણી ની નિમણૂક કરાઇ હતી અને સમીતીના સહ ઇનચાર્જ તરીકે મનોજભાઇ ડોડીયા, કૌશીકભાઇ સરધારા અને વિનયભાઇ કારીયાની નિમણૂક કરાઇ હતી. તમામ નવનીયુક્ત હોદેદારોને અનેક સામાજીક અને ધાર્મીક અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.
સાંસ્ક્રુતીક કાર્યક્રમોની ઘોષણા કરવામા આવી હતી.
| કાર્યક્રમ ની વિગત | તારીખ અને સમય |
| સર્વે મંડળોની બેઠક | ૧૯ ઓગસ્ટ, રાત્રે ૯ વાગ્યે, નાગર બોર્ડીંગ ખાતે |
| ટ્રાંસ્પોર્ટરોની બેઠક | ૨૦ ઓગસ્ટ, સાંજે ૭ વાગ્યે, નાગર બોર્ડીંગ ખાતે |
| તાવા પ્રસાદ અને શીલ્ડ વિતરણ | ૨૨ ઓગસ્ટ, સાંજે 7 વાગ્યે, |
| ગોપી કિશન સ્પર્ધા | ૨૭ ઓગસ્ટ |
| ભવ્ય રાષ્ટ્ર ભક્તીનો ડાયરો | ૩૧ ઓગસ્ટ |
| ધર્મ સભા અને ધર્મ યાત્રા પ્રસ્થાન | ૪ સપ્ટેમ્બર, સવારે 8 વાગ્યે, મવડી ચોક થી. |


