કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન
૧૦૮ દીપદાન, દીપમાળા અને ઓમકાર મહાઆરતી યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
કોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતિક સમા કોટેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે સવારથી ભાવિકો દ્વારા પૂજન-અર્ચન, રૂદ્રાભીષેકના કાર્યક્રમો યોજાયા હતાં. મંદિરે સાંજે કોટેશ્વર મહિલા મંડળ દ્વારા ધૂન-ભજનની રમઝટ જામશે. સાંજે કોટેશ્વર મહાદેવને જટાધારી મહાદેવનો અદભૂત શૃંગાર-દર્શન યોજાશે. સાથે રંગબેરંગી ફૂગ્ગા સુશોભન કરાશે. સાંજે ૧૦૮, દીપદાનની દીપમાળા યોજાશે. સાંજે ૭:3૦ કલાકે ઓમકાર મહાઆરતી યોજાશે. શૃંગાર-દર્શન કોટેશ્વર મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે. સમગ્ર મંદિર હર-હર મહાદેવના ગગનચૂંબી નાદથી ગુંજી ઉઠશે. જીવને શિવમાં પોરવવાનો શ્રેષ્ઠ સમય એટલે શ્રાવણ માસ છે. ધર્મપ્રેમી ભાવિકોને સોમવારે દર્શન અને મહાઆરતીનો લાભ લેવા કોટેશ્વર પરિવાર તથા મંદિરના પૂજારી નિખીલગીરી બાપુ ગોસાઇએ અનુરોધ કર્યો છે. તેમ મંદિરની યાદીમાં જણાવેલ છે.


