By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 hours ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટ સાવધાન: બિલ્ડર જોલી હાલાણીની દાદાગીરી અને છેતરપિંડીની માયાજાળથી બચકે રહેના!?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 રાજકોટ સાવધાન: બિલ્ડર જોલી હાલાણીની દાદાગીરી અને છેતરપિંડીની માયાજાળથી બચકે રહેના!?

Editor
Last updated: 2026/10/26 at 2:43 PM
3 hours ago
Share
 રાજકોટ સાવધાન: બિલ્ડર જોલી હાલાણીની દાદાગીરી અને છેતરપિંડીની માયાજાળથી બચકે રહેના!?
SHARE

રાજકોટ સાવધાન: બિલ્ડર જોલી હાલાણીની દાદાગીરી અને છેતરપિંડીની માયાજાળથી બચકે રહેના!?

જે હેતુની મનપામાંથી પરમીશન લીધી હોય તે હેતુનો સરેઆમ ભંગ? અખબારના પાને ચમકવાનો ખેલ કે સંબંધીતોની મિલીભગત?

એકવાર દુકાન કે ઓફિસ વેચાઈ ગયા પછી આસામીઓને વાજબી જવાબ ન મળતો હોવાનો આક્ષેપ

એક ઉચ્ચ રાજકીય આગેવાનના ખીલે કૂદીને બિલ્ડરની તાનાશાહીના આક્ષેપ તપાસવા જેવા

અનેક નિર્દોષ આસામીઓ બિલ્ડરની ચૂંગાલમાં ફસાઈ ગયા! હવે તેઓને કા તો મનપા અથવા રામ જ બચાવી શકે!!

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં હાલના દિવસોમાં બિલ્ડર જોલી હાલાણી પોતાની દાદાગીરી અને જોહુકમીથી વર્ચસ્વ જમાવવા ધમપછાડા કરી રહ્યા છે, જેનો ભોગ સામાન્ય નાગરિકો અને નાના ધંધાર્થીઓ બની રહ્યા છે. મનપાના સત્તાધીશોને ઊંધા ચશ્માં પહેરાવીને, નીતિ-નિયમોને નેવે મૂકીને આ બિલ્ડર નિર્દોષ આસામીઓની પરસેવાની કમાણી લૂંટી રહ્યા હોવાના સનસનીખેજ આક્ષેપો ઉઠ્યા છે. જો તમે પણ રાજકોટમાં પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ કડવી વાસ્તવિકતા જાણવી અત્યંત જરૂરી છે.

કાલાવડ રોડ પર આવેલા રોયલ પાર્કમાં ૫૦ ફૂટ મેઈન રોડ પર બનેલા સીટી એમ્પાયર બિલ્ડીંગમાં બિલ્ડરે મોટી છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ થયા છે. મહાનગરપાલિકા પાસેથી માત્ર આઈટી (IT) ના હેતુ માટે પરમિશન લીધી હતી, પરંતુ પોતાના મનસ્વી વલણ મુજબ અહીં એવર સ્માઈલ ડેન્ટલ ક્લિનિક, ધન્વંતરી નેચરોપેથી, હાર્મોન ક્લિનિક, સ્કીન સ્પેશિયાલિસ્ટ અને સર્જીકલ જેવા તબીબી વ્યવસાયીઓને લાખો રૂપિયામાં ઓફિસો પધરાવી દીધી છે. આ ઉપરાંત પહેલા માળે આવેલા ૨૬ કેરેટના શોરૂમમાં પેસેજ કવર કરીને પોતાની જોહુકમી ચલાવી છે. ગ્રાહકોને બિલ્ડીંગના અસલી હેતુથી અંધારામાં રાખીને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ જ પ્રમાણે મીડટાઉન બિલ્ડીંગ અને રોયલ એમ્પાયર બિલ્ડીંગમાં પણ ફિઝિયોથેરાપી, હોમિયોપેથી અને યોગા ક્લાસીસવાળાઓને ખોટી માહિતી આપીને છેતરવામાં આવ્યા છે અને આઇટીનો દસ્તાવેજ કરી આપી પોતે કાયદાની ચુંગાલમાં કયાંય ફસાઇ નહી તે રીતે ભેજું વાપરે છે.

આ બિલ્ડરની મોડસ ઓપરેન્ડી એ છે કે એકવાર કમ્પ્લીશન સર્ટિફિકેટ (BU) મળી જાય અને ગ્રાહક પાસેથી પૂરા પૈસા ખંખેરી લેવાય, પછી તે કોઈને ગાંઠતા નથી. દુકાન કે ઓફિસ ખરીદનાર વ્યક્તિ જ્યારે કોઈ સમસ્યા કે અન્યાય અંગે રજૂઆત કરવા જાય, ત્યારે તેમને યોગ્ય જવાબ આપવાના બદલે દાદાગીરી અને તાનાશાહી ભર્યું વર્તન કરવામાં આવે છે. “તમારે જાવું હોય ત્યાં જાવ” તેવા ઉદ્ધત જવાબો આપીને બિલ્ડર પોતાની મુરાદ પૂરી કરે છે.

માત્ર ગ્રાહકો જ નહીં, પણ પોતાના ભાગીદારોને પણ છેતરવામાં આ મહાશય પાછળ નથી. પોતાના અને પરિવારજનોના નામે મિલકતો વસાવીને, હેતુફેર બાંધકામ કરીને ભાગીદારોને પણ ઊંધી ટોપી પહેરાવવામાં આવે છે. જાણકારો મુજબ, આ બિલ્ડરની બેફામ દાદાગીરી પાછળ એક ઉચ્ચ રાજકીય આગેવાનની મીઠી નજર અને ઓથ જવાબદાર છે. ભૂતકાળમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના કોર્નર પર બનાવેલા બિલ્ડીંગ મામલે પણ આ બિલ્ડર વિવાદોમાં રહ્યા છે.

સૌથી મોટો સવાલ એ છે કે મનપા (RMC) અને તેની ટીપી શાખા આટલી મોટી ગેરરીતિઓ સામે આંખ આડા કાન કેમ કરી રહી છે? બિલ્ડીંગ ક્યા હેતુસર બન્યું અને ક્યા હેતુ માટે વપરાય છે, તેનું ચેકિંગ કેમ નથી થતું? જાગૃત નાગરિકોમાં સીધો આક્ષેપ છે કે બિલ્ડર સાથે મિલીભગત કરીને સત્તાધીશો પોતાના ગજવા ગરમ કરી રહ્યા છે, અને તેથી જ આ બિલ્ડરને કોઈ રોકટોક નથી.

કોઈપણ કોમર્શિયલ બિલ્ડીંગમાં રોકાણ કરતા પહેલા ખરીદનારાઓએ બિલ્ડીંગનો મંજૂર થયેલો હેતુ (Permitted Purpose) ખાસ ચકાસી લેવો. બિલ્ડરની મીઠી વાતોમાં આવીને લાખો રૂપિયાનું રોકાણ કરવાથી ભવિષ્યમાં મનપા મિલકત સીલ કરી શકે છે અને તમારી મરણમૂડી ડૂબી શકે છે. બિલ્ડરની નીતિ અને ટ્રેક રેકોર્ડ તપાસ્યા વિના એક પણ રૂપિયો ચૂકવવો એ પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન છે. સંગઠિત બનો, દસ્તાવેજો માંગો અને આવી જો હુકમી સામે કાયદેસરનો અવાજ ઉઠાવો!

 

સફેદ કોલરનો કાળો કારોબાર: આઈટી (IT) ના નામે પરમિશન, અને મેડિકલના નામે કરોડોની ઉઘાડી લૂંટ!

રાજકોટના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર ૫૦ ફૂટના મેઈન રોડ પર શાનથી ઊભેલું સીટી એમ્પાયર બિલ્ડીંગ વાસ્તવમાં બિલ્ડરની છેતરપિંડી અને કૌભાંડનું જીવંત સ્મારક છે. મહાનગરપાલિકાના ચોપડે અને નકશામાં જે ઈમારત માત્ર ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ના હેતુ માટે મંજૂર કરવામાં આવી હતી, ત્યાં આજે ખુલ્લેઆમ તબીબી વ્યવસાયો ધમધમી રહ્યા છે! મનપાના નિયમોની ઐસીતૈસી કરીને બિલ્ડરે પોતાના અંગત આર્થિક ફાયદા અને મનસ્વી વલણ મુજબ આખી ઈમારતનો ‘હેતુફેર’ કરી નાખ્યો છે, જે એક મોટો ફોજદારી ગુનો અને વિશ્વાસઘાત છે.

નિર્દોષ તબીબોને પધરાવી દીધી લાખોની ઓફિસો: વિશ્વાસઘાતની ચરમસીમા

બિલ્ડરની મીઠી વાતો અને આકર્ષક સ્કીમોમાં આવીને શહેરના નામાંકિત તબીબોએ પોતાની મરણમૂડી આ બિલ્ડીંગમાં રોકી દીધી. એવર સ્માઈલ ડેન્ટલ ક્લિનિક, ધન્વંતરી નેચરોપેથી, હાર્મોન ક્લિનિક, તેમજ સ્કીન સ્પેશિયાલિસ્ટ અને સર્જીકલ જેવા તબીબી વ્યવસાયીઓને લાખો રૂપિયામાં આ ઓફિસો પધરાવી દેવામાં આવી છે. આ તમામ ગ્રાહકોને બિલ્ડીંગના ‘અસલી હેતુ’ (કે આ માત્ર IT માટે જ છે) તેનાથી સંપૂર્ણ અંધારામાં રાખવામાં આવ્યા છે. ડોક્ટરોએ જે જગ્યા કાયદેસર સમજીને ખરીદી છે, તે ભવિષ્યમાં મનપાના એક જ નોટિસથી સીલ થઈ શકે છે. આ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પણ લોકોના ભવિષ્ય સાથેનો ક્રૂર મજાક છે!

‘૨૬ કેરેટ’ શોરૂમમાં પેસેજ પર કબ્જો: બિલ્ડીંગ જાણે પોતાના બાપની જાગીર!

આ બિલ્ડરની દાદાગીરી માત્ર હેતુફેર પૂરતી સીમિત નથી. સીટી એમ્પાયર બિલ્ડીંગના પહેલા માળે આવેલા ‘૨૬ કેરેટ’ના શોરૂમમાં બિલ્ડરે હદ પાર કરી દીધી છે. લોકોની અવરજવર માટે મુકાયેલા કોમન પેસેજને ગેરકાયદેસર રીતે કવર કરીને પોતાની જો હુકમી ચલાવી છે. ફાયર સેફ્ટી અને કોમન સ્પેસના નિયમોના લીરેલીરા ઉડાડ્યા છે. મનપાની પરમિશન લીધી છે કે નહિ તે તો રામ જાણે, પણ જે રીતે ખુલ્લેઆમ કબજો જમાવાયો છે તે જોતાં સ્પષ્ટ લાગે છે કે બિલ્ડર પોતાને કાયદાથી ઉપર સમજે છે.

સિરિયલ કૌભાંડી: મીડટાઉન અને રોયલ એમ્પાયર બિલ્ડીંગ પણ બાકાત નહીં!

આ માત્ર કોઈ એક બિલ્ડીંગની ભૂલ નથી, પરંતુ આ બિલ્ડરની ‘મોડસ ઓપરેન્ડી’ (ગુનો કરવાની રીત) બની ગઈ છે. કાલાવડ રોડ પર જ આવેલા મીડટાઉન બિલ્ડીંગ અને રોયલ એમ્પાયર બિલ્ડીંગમાં પણ આ જ પ્રકારે માયાજાળ બિછાવવામાં આવી છે. આ બિલ્ડીંગોમાં પણ ફિઝિયોથેરાપી, હોમિયોપેથી અને યોગા ક્લાસીસ ચલાવતા નિર્દોષ આસામીઓને ખોટી માહિતી આપીને લાખો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે. ખરીદનાર વર્ગને ખબર જ નથી હોતી કે બિલ્ડીંગ કયા વિષય માટે મંજૂર થયું છે અને ક્યાં ગેરકાયદેસર રીતે વેચાઈ ગયું છે.

કાયદાનો ડર ક્યાં ગયો?

આ તમામ કૌભાંડો સાબિત કરે છે કે બિલ્ડરને ગ્રાહકોના હિતની કે મહાનગરપાલિકાના નિયમોની કોઈ જ પડી નથી. તે માત્ર પોતાના ખિસ્સા ભરવામાં માને છે. એકવાર ગ્રાહક ફસાઈ ગયો અને પૈસા આપી દીધા, પછી ભવિષ્યમાં જો મનપા સીલ મારે તો ગ્રાહકે રસ્તા પર રડવાનો વારો આવે છે, જ્યારે બિલ્ડર પોતાના એસી બંગલામાં બેસીને નવા શિકારની શોધમાં હોય છે. આવા લેભાગુ અને નિયમોને ઘોળીને પી જનારા બિલ્ડરથી ચેતવું એ જ હવે એકમાત્ર ઉપાય છે!

 

પઝેશન પછી આસામીઓ ‘રામ ભરોસે’: દાદાગીરી, તાનાશાહી અને ઉદ્ધતાઈની ચરમસીમા!

સામાન્ય માણસ જ્યારે પોતાની જિંદગીભરની પરસેવાની કમાણી અને મરણમૂડી ખર્ચીને કોઈ દુકાન કે ઓફિસ ખરીદે છે, ત્યારે તેને એમ હોય છે કે હવે શાંતિથી ધંધો રોજગાર કરી શકાશે. પરંતુ આ બિલ્ડરની માયાજાળમાં ફસાયા પછી આસામીઓની હાલત ‘આગમાંથી નીકળીને ખાઈમાં પડવા’ જેવી થઈ જાય છે. પ્રોપર્ટી વેચતી વખતે જે બિલ્ડર ગ્રાહકો સામે મીઠી મીઠી વાતો કરીને લાલચની જાળ બિછાવે છે, તે જ બિલ્ડર એકવાર કમ્પ્લીશન સર્ટિફિકેટ (BU) મળી જાય અને ગ્રાહક પાસેથી પૂરેપૂરા પૈસા ખંખેરી લેવાય, એટલે પોતાનો અસલી રંગ બતાવે છે. આ બિલ્ડરની ‘મોડસ ઓપરેન્ડી’ (કાર્યપદ્ધતિ) એકદમ સ્પષ્ટ છે: “પૈસા ખિસ્સામાં, પછી ગ્રાહક રસ્તા પર!” એકવાર પઝેશન આપી દીધા પછી બિલ્ડર કોઈને ગાંઠતો નથી. બિલ્ડીંગમાં કોઈ મૂળભૂત સુવિધાનો અભાવ હોય, બાંધકામમાં ખામી હોય કે પછી હેતુફેરને કારણે મનપાની નોટિસ આવે – આવી કોઈ પણ અન્યાયી બાબતે જ્યારે દુકાન કે ઓફિસ ખરીદનાર વ્યક્તિ રજૂઆત કરવા જાય, ત્યારે તેમને સંતોષકારક કે યોગ્ય જવાબ આપવાના બદલે બિલ્ડર દ્વારા સીધી દાદાગીરી કરવામાં આવે છે. ગ્રાહક પોતાના હકની વાત કરે ત્યારે આ બિલ્ડર અત્યંત ઉદ્ધતાઈભર્યું અને તાનાશાહી વર્તન દાખવે છે. ગ્રાહકોના મોઢા પર સ્પષ્ટ શબ્દોમાં ખુલ્લી ધમકીઓ ફેંકવામાં આવે છે કે, “અમારે જે આપવાનું હતું તે આપી દીધું, હવે તમારે જ્યાં જાવું હોય ત્યાં જાવ, જે ઉખાડવું હોય તે ઉખાડી લો!” કાયદો અને વ્યવસ્થા જાણે પોતાના ખિસ્સામાં હોય તેવો અહંકાર આ બિલ્ડરના વર્તનમાં છલકાય છે. ગ્રાહકો લાખો રૂપિયા ચૂકવ્યા પછી પણ જાણે બિલ્ડરના ગુલામ હોય તેવી રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે, અને નિર્દોષ આસામીઓ પઝેશન પછી સંપૂર્ણપણે ‘રામ ભરોસે’ મુકાઈ જાય છે.

ભાગીદારોને ‘ઊંધી ટોપી’ અને રાજકીય ઓથનો ખુલ્લો દુરુપયોગ: કાળા કારનામાની વણઝાર!

આ બિલ્ડરની છેતરપિંડીનો શિકાર માત્ર નિર્દોષ ગ્રાહકો જ નથી બન્યા, પરંતુ જે લોકોએ તેની સાથે ખભેખભો મિલાવીને વેપાર કર્યો, તેવા સગા ભાગીદારોના પીઠમાં પણ ખંજર ભોંકવામાં આ મહાશય જરાય પાછળ હટ્યા નથી. વેપારના નીતિ-નિયમો અને ભરોસાને નેવે મૂકીને, બિલ્ડરે પોતાના ભાગીદારોને પણ અંધારામાં રાખીને કરોડોનો ચૂનો લગાવ્યો છે. જાણકારોના મતે, આ બિલ્ડરે પોતાની ભેજાબાજીથી પ્રોજેક્ટમાંથી આવતા નાણાં ચાંઉ કરી જઈને પોતાના અને પોતાના પરિવારજનોના નામે અઢળક બેનામી મિલકતો વસાવી લીધી છે. પ્રોજેક્ટ જે હેતુ માટે પાસ થયો હોય તેને સાવ બાજુ પર મૂકીને (હેતુફેર બાંધકામ કરીને) બિલ્ડરે માત્ર પોતાનો જ આર્થિક ફાયદો જોયો છે, અને અંતે જ્યારે જવાબદારીનો સમય આવે ત્યારે ભાગીદારોને ‘ઊંધી ટોપી’ પહેરાવીને રસ્તા પર લાવી દીધા છે.પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આટલી હદે કાયદાના લીરેલીરા ઉડાડવાની તાકાત આ બિલ્ડરને મળે છે ક્યાંથી? સૂત્રો અને જાણકારોના જણાવ્યા અનુસાર, આ બેફામ દાદાગીરી અને સત્તાના નશા પાછળ એક મોટું રાજકીય માથું જવાબદાર છે! એક ઉચ્ચ રાજકીય આગેવાનની સીધી ઓથ અને મીઠી નજર આ બિલ્ડર પર છે. આ રાજકીય નેતાના જોરે જ બિલ્ડર મનપાના સત્તાધીશોને ડરાવીને કે ખરીદીને પોતાનું ધાર્યું કરાવે છે. આ બિલ્ડરનો ઈતિહાસ જ કૌભાંડોથી ખરડાયેલો છે. આ કોઈ પહેલો કિસ્સો નથી. ભૂતકાળમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના કોર્નર પર બનાવેલા એક વિવાદાસ્પદ બિલ્ડીંગ મામલે પણ આ જ બિલ્ડર મોટો વિવાદ સર્જી ચૂક્યા છે. ત્યાં પણ સરકારી નિયમોની ઐસી તૈસી કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કર્યો હતો. સતત અખબારોના પાને પોતાના કાળા કારનામાઓને લીધે ચમકતા રહેવું અને છતાંય  કાયદાની પકડથી દૂર રહેવું, એ જ દર્શાવે છે કે રાજકીય ઓથનો કેવો નગ્ન દુરુપયોગ થઈ રહ્યો છે!

ભ્રષ્ટાચારની તીવ્ર ગંધ: મનપા (RMC) અને ટીપી શાખાની આંખે પાટા કેમ? સત્તાધીશોના મૌન પાછળનું કાળું સત્ય!

આ સમગ્ર કૌભાંડમાં સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ એ છે કે રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને તેની અત્યંત મહત્વની ગણાતી એવી ટાઉન પ્લાનિંગ (TP) શાખા આટલી મોટી અને ખુલ્લેઆમ ચાલી રહેલી ગેરરીતિઓ સામે ઘેન ઘાલીને કેમ સૂતી છે? સામાન્ય અને ગરીબ માણસ પોતાના ઘરની બહાર નાનો ઓટલો કે છાપરું બનાવે, તો મનપાનું બુલડોઝર અને અધિકારીઓનો કાફલો તરત જ દંડ ફટકારવા કે તોડફોડ કરવા પહોંચી જાય છે. તો પછી કાલાવડ રોડ જેવા હાર્દસમા વિસ્તારમાં, ૫૦ ફૂટના મેઈન રોડ પર આખો ને આખો બહુમાળી પ્રોજેક્ટ નિયમોની ઐસીતૈસી કરીને ઊભો થઈ જાય અને તેનો ગેરકાયદેસર હેતુફેર (IT ના બદલે મેડિકલ/કોમર્શિયલ વપરાશ) થઈ જાય, છતાં આ અધિકારીઓની આંખે કાળા ચશ્મા કેમ લાગેલા છે? શું મનપાના બાબુઓને એ જોવાની ફરજ નથી આવતી કે બિલ્ડીંગ ક્યા હેતુસર મંજૂર કરવામાં આવ્યું હતું અને ખરેખર ક્યા હેતુ માટે તેનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે? જાગૃત નાગરિકોમાં હવે સીધો અને સ્પષ્ટ આક્ષેપ ઉઠી રહ્યો છે કે આ માત્ર બેદરકારી નથી, પણ કરોડો રૂપિયાનો આયોજનબદ્ધ ભ્રષ્ટાચાર છે! બિલ્ડર હાલાણી અને મનપાના ભ્રષ્ટ સત્તાધીશો વચ્ચે ટેબલ નીચેથી મોટો આર્થિક વહીવટ થયો હોવાની પૂરેપૂરી ગંધ આવી રહી છે. સત્તાધીશોના ગજવા ગરમ થઈ ગયા હોવાથી જ આ બિલ્ડરને ‘સાત ખૂન માફ’ જેવી છૂટ મળી ગઈ છે. જાણે મનપાએ પોતાના નીતિ-નિયમો આ બિલ્ડરના ચરણે ગીરવે મૂકી દીધા હોય તેમ, બિલ્ડરને કોઈ રોકટોક કે કાયદાનો ડર રહ્યો જ નથી. આ મિલીભગત અને ભ્રષ્ટાચારની ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ થાય તો મનપાના અનેક મોટા માથાઓના પગ નીચેથી રેલો આવે તેમ છે!

નાગરિકો માટે લાલ બત્તી: બિલ્ડરને લાખો રૂપિયા ચૂકવતા પહેલા સો વખત ચેતજો!

રાજકોટના તમામ નાગરિકો અને નાના-મોટા ધંધાર્થીઓ માટે આ એક ગંભીર ચેતવણી છે કે કોઈપણ કોમર્શિયલ બિલ્ડીંગ કે પ્રોજેક્ટમાં પોતાની જિંદગીભરની મરણમૂડી રોકતા પહેલા સો વખત વિચારજો. માત્ર બિલ્ડીંગનો ચળકાટ, ભવ્યતા કે બિલ્ડરની મીઠી-મીઠી અને આકર્ષક વાતોમાં આવીને ખિસ્સા ખાલી કરવાની ભૂલ ક્યારેય ન કરતા. સૌથી પહેલા તો બિલ્ડર પાસે દસ્તાવેજો માંગીને એ ચકાસો કે મહાનગરપાલિકા દ્વારા તે બિલ્ડીંગ માટે મંજૂર થયેલો હેતુ (Permitted Purpose) શું છે? જો મંજૂરી આઈટી (IT) ની હોય અને તમને ત્યાં ક્લિનિક, ક્લાસીસ કે ઓફિસ ધાબડી દેવામાં આવતી હોય, તો સમજજો કે તમે સીધા ખાડામાં પડી રહ્યા છો. આજે બિલ્ડર તમને ખોટા સપના બતાવીને લાખો રૂપિયા પડાવી લેશે, પણ કાલ સવારે જ્યારે મનપાના કોઈ અધિકારીની બદલી થશે કે કડક ચેકિંગ આવશે, ત્યારે સીધો જ મનપાનો સીલ (Seal) તમારી મિલકત પર વાગશે! એ સમયે બિલ્ડર હાથ અદ્ધર કરી દેશે અને તમારો ફોન પણ નહીં ઉપાડે. તમારી વર્ષોની પરસેવાની કમાણી અને સપનાનો વેપાર એક જ ઝટકામાં સ્વાહા થઈ જશે. આવા વિવાદાસ્પદ અને મનસ્વી વલણ ધરાવતા બિલ્ડરની નીતિ, તેનો ભૂતકાળ અને ટ્રેક રેકોર્ડ તપાસ્યા વિના એક પણ રૂપિયો ચૂકવવો એ ખુલ્લી આંખે પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન છે. હવે સમય આવી ગયો છે કે ગ્રાહકો સંગઠિત બને. બિલ્ડરની ઓફિસે જઈને સીધા જ BU પરમિશન, ફાયર NOC અને હેતુફેર ન થયા અંગેના લેખિત દસ્તાવેજોની માંગણી કરો. દાદાગીરી અને જોહુકમી સામે કાયદેસરનો અવાજ ઉઠાવશો તો જ તમારી પરસેવાની કમાણી સુરક્ષિત રહેશે, અન્યથા પાછળથી રાતા પાણીએ રોવાનો વારો આવશે તે નિશ્ચિત છે.

You Might Also Like

રાજકોટનું જળસંકટ ટળ્યું, નર્મદાનું પાણી આપવા સરકારની લીલીઝંડી

અમરેલી-પીપાવાવ હાઈવે પર LPG ગેસનું ટેન્કર પલટાયું : મોટી દુર્ઘટના ટળી

ઉપલેટામાં નવા સિમેન્ટ રોડની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ

ધોરાજી એસ.ટી. ડેપોમાં રૂ. 8.83 કરોડના ખર્ચે નવા વર્કશોપનું ખાતમુહૂર્ત

 મોરબીમાં મહંતસ્વામી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

 ગુજરાતની ૧૭,૦૦૦થી વધુ સ્વનિર્ભર શાળાઓ લડાયક મૂડમાં: સરકાર સામે રાજ્યવ્યાપી ‘અસહકાર આંદોલન’ની ઉગ્ર ચીમકી!

Editor By Editor 2 hours ago
ગુજરાતના ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર
અમરેલી-પીપાવાવ હાઈવે પર LPG ગેસનું ટેન્કર પલટાયું : મોટી દુર્ઘટના ટળી
રાજકોટનું જળસંકટ ટળ્યું, નર્મદાનું પાણી આપવા સરકારની લીલીઝંડી
જૂનાગઢની આંગડિયા પેઢીને લૂંટવા નીકળેલા પાંચ શખ્સોને રાજકોટ SOGએ ઝડપી લીધા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?