મેરા યુવા ભારત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિતે વકતૃત્વ નિબંધ સ્પર્ધા યોજાઇ
વિજેતા વિદ્યાર્થીઓને રાજકોટ જિલ્લા ભાજપ સહિતના હોદેદારો દ્વારા સન્માનિત કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત મેરા યુવા ભારત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ના જન્મ જ્યંતી નિમિત્તે જ્ઞાનદીપ વિદ્યાલય મોચી નગર ખાતે, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા કાર્યક્રમ નું આયોજન રાજકોટ જિલ્લા માય યુવા ભારત અધિકારી શ્રી સ્વરૂપ દેશભરથાર સાહેબ તથા માય ભારતના રાજુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા ભાજપ ના અગ્રણી અરૂણભાઇ નિર્મલ, આદી જાતિ મોરચાના મહામંત્રી વિજયભાઈ રાઠોડ, સ્કૂલના પ્રિન્સિપાલ નરેન્દ્રસિંહ પરમાર સાહેબ કિશોરસિંહ ચાવડા ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી સરદાર વલ્લભભાઈ પટેલને ને પુષ્પઅંજલી કરી હતી.
આ તકે સ્પર્ધામા વિજેતા પ્રથમ ચાવડા નિરાલી, દ્વિતીય બ્લોચ સેફલ, તૃતીય મકવાણા હર્ષિતાને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે શિલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યા હતા. રાજેશભાઇ રાઠોડાએ My bharat instagram / Facebook , પોર્ટલ ને ફોલો કરી ને તેમાંથી ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયની તમામ વિગતો જાણવા મળશે તેમ અંત મા જણાવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન જીતેનદ્રસિંહ સોલંકીએ કર્યું હતું અને આભારવિધિ માય ભારતના નરેન્દ્ર સિંહ પરમાર એ કરી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફગણ તેમજ અને યશ રાઠોડ, દર્શના પરમાર યશવી જોશી મોનિકા ધોળકિયા, પીનલબેન જોશી, નિકિતાબેન બગડા, ખ્યાતિબેન વોરા સહિતના કાર્યકરોએ આયોજનને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.


