By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    1 hour ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    4 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: Nithya Raman: અમેરિકાના Los Angelesમાં ભારતીય મૂળની નિત્યા રમનનો મેયર ચૂંટણીમાં વિજય, એલન મસ્કનો દાવ નિષ્ફળ!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Nithya Raman: અમેરિકાના Los Angelesમાં ભારતીય મૂળની નિત્યા રમનનો મેયર ચૂંટણીમાં વિજય, એલન મસ્કનો દાવ નિષ્ફળ!

AgraGujarat Rajkot
Last updated: 2026/11/06 at 1:37 PM
1 hour ago
Share
Nithya Raman: અમેરિકાના Los Angelesમાં ભારતીય મૂળની નિત્યા રમનનો મેયર ચૂંટણીમાં વિજય, એલન મસ્કનો દાવ નિષ્ફળ!
SHARE

Contents
કોણ છે નિત્યા રમન અને તેમની જીત કેમ છે મહત્વપૂર્ણ?શહેરના કયા મુદ્દાઓ પર નિત્યા રમનનો રહ્યો છે ભાર?એલન મસ્કનો ચૂંટણીમાં દાવ નિષ્ફળ, કંપનીઓ પર પણ અસર?

અમેરિકાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર લોસ એન્જલસમાં મેયર ચૂંટણીનાં પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. કેરળમાં જન્મેલા ભારતીય મૂળનાં નેતા નિત્યા રમન મેયર ચૂંટણીમાં વિજયી થતાં જોવા મળી રહ્યાં છે. Decision Desk HQના પ્રોજેક્શન મુજબ, તેમણે વર્તમાન મેયર કેરેન બાસને પાછળ છોડી દીધાં છે.

ઉપલબ્ધ આંકડા પ્રમાણે, નિત્યા રમનને 51.1 ટકા અને કેરેન બાસને 48.33 ટકા મત મળ્યા છે. શરૂઆતમાં કેરેન બાસ આગળ હતાં. મંગળવારે રાત્રે મતગણતરીના પ્રારંભિક આંકડામાં તેમનું પલડું ભારે હતું, પરંતુ બુધવારે નવા મતના આંકડા સામે આવતાં નિત્યા રમને સરસાઈ મેળવી લીધી હતી.

5 નવેમ્બરે Decision Desk HQએ તેમની જીતનું પ્રોજેક્શન જાહેર કર્યું હતું. બીજી તરફ, આ ચૂંટણીમાં અબજોપતિ એલન મસ્કનો દાવ ઊંધો પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કોણ છે નિત્યા રમન અને તેમની જીત કેમ છે મહત્વપૂર્ણ?

નિત્યા રમનનો જન્મ 1981માં કેરળમાં થયો હતો. તેઓ છ વર્ષની ઉંમરે માતા-પિતા સાથે અમેરિકા ગયાં હતાં. 22 વર્ષની ઉંમરે તેમને અમેરિકાની નાગરિકતા મળી હતી. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT)માંથી અર્બન પ્લાનિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

રાજકારણમાં પ્રવેશતાં પહેલાં નિત્યા રમને શહેરોની પાયાની સુવિધાઓ અને લોકોની જરૂરિયાતો પર કામ કર્યું હતું. તેમણે ચેન્નાઈમાં ‘ટ્રાન્સપરન્ટ ચેન્નાઈ’ નામની સંસ્થા શરૂ કરી હતી. આ સંસ્થા સફાઈ, જાહેર સેવાઓ અને શહેરી વ્યવસ્થામાં સુધારો લાવવા માટે કામ કરતી હતી.

2013માં લોસ એન્જલસ ગયા બાદ તેમણે શહેરના વહીવટી અધિકારીઓ સાથે કામ કર્યું હતું. ઉપરાંત, બેઘર લોકોને મદદ કરવા માટે SELAH Neighborhood Homeless Coalitionની સહ-સ્થાપના કરી હતી. તેઓ Time’s Up Entertainmentનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ રહી ચૂક્યાં છે.

2020માં તેમણે લોસ એન્જલસ સિટી કાઉન્સિલની ચૂંટણી જીતી હતી. આ સાથે તેઓ શહેરની કાઉન્સિલમાં પહોંચનારાં પ્રથમ દક્ષિણ એશિયાઈ મહિલા બન્યાં હતાં. 2024માં તેઓ ફરી ચૂંટાયાં હતાં. હવે મેયર ચૂંટણીમાં જીત બાદ તેઓ લોસ એન્જલસનાં પ્રથમ ભારતીય-અમેરિકન અને દક્ષિણ એશિયાઈ મૂળનાં મેયર બનવા જઈ રહ્યાં છે. 2005 પછી પહેલીવાર કોઈ પડકારીએ વર્તમાન મેયરને ચૂંટણીમાં હરાવ્યાં છે.

શહેરના કયા મુદ્દાઓ પર નિત્યા રમનનો રહ્યો છે ભાર?

નિત્યા રમનની રાજનીતિનો મોટો હિસ્સો સામાન્ય લોકોની રોજિંદી સમસ્યાઓ સાથે જોડાયેલો રહ્યો છે. તેમના મુખ્ય મુદ્દાઓમાં સસ્તાં મકાનો, ભાડૂતોના અધિકારો, બેઘર લોકોની સમસ્યા અને શહેરની પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે. લોસ એન્જલસમાં મકાનોની વધતી કિંમતો અને મોટી સંખ્યામાં લોકોનું રસ્તા પર રહેવું લાંબા સમયથી પડકારરૂપ બન્યું છે.

નિત્યા રમને સસ્તાં મકાનોની સંખ્યા વધારવા, ભાડૂતોને સુરક્ષા આપવા અને બેઘર લોકોને જરૂરી સેવાઓ પૂરી પાડવા પર ભાર મૂક્યો છે. રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ અને સ્થાનિક સુવિધાઓમાં સુધારો કરવો પણ તેમના એજન્ડામાં સામેલ છે.

તેમની જીતને અમેરિકાનાં મોટાં શહેરોમાં પ્રગતિશીલ રાજનીતિના વધતા પ્રભાવ તરીકે પણ જોવામાં આવી રહી છે. ન્યૂયોર્કમાં ઝોહરાન મમદાનીની જીત બાદ લોસ એન્જલસમાં નિત્યા રમનની જીતથી આ રાજકીય પરિવર્તનની ચર્ચા વધુ તેજ બની છે. નિત્યા રમન Democratic Socialists of America (DSA) સાથે જોડાયેલાં રહ્યાં છે. આ સંગઠન એવી નીતિઓનું સમર્થન કરે છે, જેમાં આવાસ, આરોગ્ય, જાહેર સેવાઓ અને કામદારોના અધિકારો માટે સરકારની મોટી ભૂમિકા હોય.

એલન મસ્કનો ચૂંટણીમાં દાવ નિષ્ફળ, કંપનીઓ પર પણ અસર?

નિત્યા રમનની જીતની સાથે એલન મસ્કના ચૂંટણી સંબંધિત દાવ અને તેમના વ્યાવસાયિક હિતોની પણ ચર્ચા થઈ રહી છે. મસ્કે રિપબ્લિકન ઉમેદવારોના સમર્થનમાં અંદાજે 44.5થી 47.4 કરોડ ડોલર ખર્ચ્યા હતા. કોઈ બિનઉમેદવાર દ્વારા એક ચૂંટણી ચક્રમાં કરવામાં આવેલો આ સૌથી મોટો ખર્ચ હોવાનું જણાવાયું છે. આમાંથી માત્ર ટેક્સાસની સેનેટ ચૂંટણીમાં અંદાજે 20થી 23 કરોડ ડોલર ખર્ચવામાં આવ્યા હતા.

જોકે, મસ્કના ઘણા મોટા ચૂંટણી દાવ સફળ રહ્યા નહોતા. ચૂંટણીનાં પરિણામો બાદ તેમણે ‘Vote red today’વાળી પોસ્ટ પણ હટાવી દીધી હતી. ત્યારબાદ મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે, ‘લાગે છે કે આ વખતે ચૂંટણીમાં દખલ કરવાની મારી સ્પેસ લેસર કામ ન આવી.’

આ દરમિયાન ટેસ્લા અને સ્પેસએક્સના શેરમાં ઘટાડો તથા મસ્કની સંપત્તિમાં ઘટાડાના અહેવાલો પણ સામે આવ્યા છે. ટેક્સાસમાં મસ્કની કંપનીઓના વ્યાવસાયિક હિતો અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યાંનાં નવાં ડેમોક્રેટિક ગવર્નર જીના હિનોજોસા ડેટા સેન્ટરો પર કામચલાઉ પ્રતિબંધ મૂકવાની વાત કરી ચૂક્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં મળતી ટેક્સ છૂટ અને સ્ટારલિંકને આપવામાં આવેલી ગ્રાન્ટની તપાસ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

Delhi Pollution: દિલ્હીના લોકો બહુ ટેલેન્ટેડ છે.. જૂના નિયમો કામ નહીં આવે.. વાયુ પ્રદૂષણ પર SC આકરાપાણીએ

શેરબજારમાં દિવાળી, ૧૬૦૦ પોઈન્ટનો ઉછાળો

સોનાના ભાવમાં કડાકો: ઝવેરીબજારમાં ખરીદીની ચમક

બિકાનેર ગેસ ચેમ્બર, AQI 1300ને પાર

આજ મારે દીપોત્સવી રે..

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાળકની દરેક સવાર પ્રેમ ભરી બનાવીએ
ગુજરાતરાજકોટ

બાળકની દરેક સવાર પ્રેમ ભરી બનાવીએ

Editor By Editor 1 day ago
 શ્રી માળી સોની પાટડીયા પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન
યુનિટી ફાઉન્ડેશન અને ગાર્ડન ગ્રુપ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
“નીલમણી વાઘા, પંચરંગી શેલા ને લાલિમાભરી પિછવાઈમાં દાદાના દિવ્ય દર્શન”
ગોંડલ પોલીસ દ્વારા સોની અને આંગડીયા પેઢીઓના માલિકો સાથે બેઠક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?