By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    41 minutes ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 weeks ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  અમરેલીમાં દેશનો બીજો Bio-CBG પ્લાન્ટ બનશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

 અમરેલીમાં દેશનો બીજો Bio-CBG પ્લાન્ટ બનશે

Editor
Last updated: 2026/11/17 at 2:55 PM
45 minutes ago
Share
 અમરેલીમાં દેશનો બીજો Bio-CBG પ્લાન્ટ બનશે
SHARE

 અમરેલીમાં દેશનો બીજો Bio-CBG પ્લાન્ટ બનશે

રૂ.૭૦ થી ૭૫ કરોડના ખર્ચે બનશે પ્રોજેકટ : નેપિયર ઘાસ અને વિવિધ કૃષિ અવશેષોમાંથી ૧૦ ટનથી વધુ ગેસનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકાસાવાશે : શેડુભાર ગામે કામગીરી શરૂ

 

અગ્ર ગુજરાત, અમરેલી

અમરેલી જિલ્લાના શેડુભાર ગામે ગ્રીન એનર્જી ક્ષેત્રે મોટી પહેલ હાથ ધરવામાં આવી છે. અહીં અંદાજે ₹70થી 75 કરોડના ખર્ચે Bio-CBG પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગોપીનાથ Bio-CBG LLP દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં નેપિયર ઘાસ અને વિવિધ કૃષિ અવશેષોમાંથી Bio-CBG ગેસનું ઉત્પાદન કરવામાં આવશે. આગામી આઠ મહિનામાં પ્લાન્ટ કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રોજેક્ટથી ખેડૂતોને આવકનો નવો વિકલ્પ મળવાની સાથે સ્થાનિક સ્તરે 200થી 250 લોકોને રોજગારી મળવાની આશા છે.

સંચાલકોના દાવા મુજબ, ડ્રાય ડાયજેસ્ટર ટેકનોલોજી આધારિત નેપિયર ઘાસનો ઉપયોગ કરતો આ ગુજરાતનો પ્રથમ અને દેશનો બીજો પ્લાન્ટ હશે. Bio-CBGનો દેશનો પ્રથમ પ્લાન્ટ મહારાષ્ટ્રમાં પુણેના શિરૂરમાં 2026માં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આવો કોઈ પ્લાન્ટ દેશમાં બન્યો નથી. આથી અમરેલીના શેડુભાર ગામે બનનારો આ Bio-CBG પ્લાન્ટ દેશનો બીજો અને રાજ્યનો પ્રથમ પ્લાન્ટ બની રહેશે.

શેડુભારના વતની અને હાલમાં અમદાવાદમાં કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા જતીન મનસુખભાઈ ગજેરા દ્વારા પોતાના ગામમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, પ્લાન્ટમાં દરરોજ 10 ટન Bio-CBG ગેસનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવામાં આવશે.

પ્લાન્ટમાં નેપિયર ઘાસ ઉપરાંત ઘઉં અને ચણાની પરાળ, કપાસ અને એરંડાના સાઠી તથા તુવેરના અવશેષો જેવા કૃષિ કચરાનો ઉપયોગ થશે. ગેસ ઉત્પાદન માટે ડ્રાય ડાયજેસ્ટર ટેકનોલોજી અપનાવવામાં આવી છે, જેની મશીનરી ફિનલેન્ડથી લાવવામાં આવી છે. પ્લાન્ટમાં તૈયાર થનારો ગેસ રાજ્ય સરકારને આપવાનું આયોજન છે, ત્યારબાદ તેનું વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે.

પ્લાન્ટ માટે સતત કાચો માલ ઉપલબ્ધ રહે તે હેતુથી આસપાસના ખેડૂતોને નેપિયર ઘાસની ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા ખેડૂતો દ્વારા અંદાજે 1000 વીઘા જમીનમાં ઘાસનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં શેડુભાર ગામમાં આશરે 700 વીઘા જમીનમાં નેપિયર ઘાસનું વાવેતર થઈ ચૂક્યું હોવાનું જણાવાયું છે.

નેપિયર ઘાસની ખાસિયત એ છે કે એકવાર વાવેતર કર્યા બાદ યોગ્ય પાણી અને ખેતીની વ્યવસ્થા સાથે આઠથી નવ વર્ષ સુધી ઉત્પાદન મેળવી શકાય છે. વર્ષ દરમિયાન ચારથી પાંચ વખત તેની કાપણી પણ કરી શકાય છે. કંપની દ્વારા ખેડૂતો સાથે કરાર કરીને ઘાસની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત ઘાસની કાપણીથી લઈને પ્લાન્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કંપની દ્વારા કરવાની યોજના છે.

ખેડૂતોને ઓછી ખર્ચાળ ખેતીનો વિકલ્પ મળશે

શેડુભારના ખેડૂત મહેન્દ્રભાઈ મોહનભાઈ વૈષ્ણવે પોતાની 20 વીઘા જમીનમાં, જ્યારે ચેતન જયરામભાઈ ગજેરાએ 10 વીઘા જમીનમાં નેપિયર ઘાસનું વાવેતર કર્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, શરૂઆતના વાવેતર માટે વીઘે અંદાજે ₹1500થી ₹2000નો ખર્ચ થઈ શકે છે. જોકે, કંપની દ્વારા ખેડૂતોને વાવેતર માટે બિયારણ વિનામૂલ્યે આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, શરૂઆતના વાવેતર બાદ નેપિયર ઘાસની ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચ પ્રમાણમાં ઓછો રહે છે. કંપની સાથે ખરીદીના કરાર થવાથી ઘાસના વેચાણ માટે બજાર શોધવાની મુશ્કેલી પણ ઓછી થશે. આમ, પરંપરાગત ખેતીની સાથે ખેડૂતોને આવકનો વધારાનો સ્ત્રોત મળી શકે છે.

200થી 250 લોકોને રોજગારી

શેડુભાર ગામના રહેવાસી વિઠ્ઠલ ગજેરાના જણાવ્યા મુજબ, ગામમાં આ પ્રોજેક્ટ શરૂ થવાથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. પ્લાન્ટના નિર્માણ અને સંચાલન ઉપરાંત નેપિયર ઘાસની ખેતી, કાપણી અને પરિવહન જેવી કામગીરીમાં પણ લોકોને રોજગારી મળી શકશે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોના અંદાજ મુજબ, શેડુભાર અને આસપાસનાં ગામોના 200થી 250 લોકોને રોજગારી મળવાની શક્યતા છે. જોકે, વાસ્તવિક રોજગારીની સંખ્યા પ્લાન્ટ શરૂ થયા બાદ તેની કામગીરી અને જરૂરિયાતો પર નિર્ભર રહેશે.

ગ્રીન એનર્જી સાથે ખેતીને જોડવાનો પ્રયાસ

શેડુભાર ગામમાં નિર્માણ પામી રહેલો આ પ્લાન્ટ ગ્રીન એનર્જી અને કૃષિ ક્ષેત્રને એકસાથે જોડવાની પહેલ છે. એક તરફ ખેતીના અવશેષોમાંથી Bio-CBG ગેસનું ઉત્પાદન થશે, તો બીજી તરફ નેપિયર ઘાસની ખેતીથી ખેડૂતોને આવકનો નવો વિકલ્પ મળશે. સાથે જ ગેસ ઉત્પાદન બાદ મળતા અવશેષોમાંથી જૈવિક ખાતર તૈયાર થવાથી તેનો ખેતીમાં પણ ઉપયોગ થઈ શકશે.

You Might Also Like

 રાજકોટમાં ખાનગી ડેરીઓએ દુધમાં રૂ.૪નો વધારો ઝીંકયો

 સિંગતેલ ફરી મોંઘુ, ડબ્બે સિધા ૨૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો

જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા

 ઠંડી બે દિ’માં જામશે, પારો 3 ડિગ્રી ગગડશે

 ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ‘પર્યાવરણ સમિતિ’ ની રચના: કિરીટ ભીમાણીની પ્રમુખપદે વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હવે ડ્રગ્સ માફિયાઓનો ડિજિટલ ખેલ નહીં ચાલે! ગુજરાત પોલીસનું સાયબર સ્ટ્રાઈક
ગુજરાતરાજકોટ

હવે ડ્રગ્સ માફિયાઓનો ડિજિટલ ખેલ નહીં ચાલે! ગુજરાત પોલીસનું સાયબર સ્ટ્રાઈક

Editor By Editor 21 minutes ago
 ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ‘પર્યાવરણ સમિતિ’ ની રચના: કિરીટ ભીમાણીની પ્રમુખપદે વરણી
બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં કેશોદના યુવા ગાયકનો કરુણ અંત
 પૂજ્ય જગાસ્વામીની ૧૯૯મી જન્મજયંતિ, પાંચમો પાટોત્સવ અને ‘માં સરસ્વતી સન્માન સમારંભ’ની ત્રિવિધ ઉજવણી
 ‘CM કોળી’, પબુભાના સ્ટ્રોકથી રાજકીય ગરમાવો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?