By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    42 minutes ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 weeks ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ભાજપના સ્નેહમિલનમાં આયાતીઓને માન-મોભો, મૂળ કાર્યકરો નારાજ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગરગુજરાત

 ભાજપના સ્નેહમિલનમાં આયાતીઓને માન-મોભો, મૂળ કાર્યકરો નારાજ

Editor
Last updated: 2026/11/17 at 2:57 PM
43 minutes ago
Share
 ભાજપના સ્નેહમિલનમાં આયાતીઓને માન-મોભો, મૂળ કાર્યકરો નારાજ
SHARE

 ભાજપના સ્નેહમિલનમાં આયાતીઓને માન-મોભો, મૂળ કાર્યકરો નારાજ

 રોહન ગુપ્તાને CM, પ્રદેશ પ્રમુખની બાજુમાં સ્થાન મળ્યું, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આઠ નેતાઓને પહેલી હરોળમાં બેસાડાયા : ૨૦૨૭ ચૂંટણી પહેલા સખળ-ડખળની ચર્ચાએ જોર પકડયું

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાત ભાજપમાં ફરી એકવાર પક્ષના મૂળ કાર્યકરો અને કોંગ્રેસમાંથી આયાત થયેલા નેતાઓને મળતા સ્થાનને લઈને ચર્ચા જાગી છે. રાજકીય મંચ પર જોવા મળેલું એક દૃશ્ય ભાજપના સંગઠન માટે અસહજ સવાલો ઊભા કરી રહ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તા મંચ પર સ્થાન ધરાવતા જોવા મળ્યા, જ્યારે કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા આઠ દિગ્ગજ નેતાઓ મંચની સામે બેઠેલા જોવા મળ્યા.

ખાસ વાત તો એ છે કે રોહન ગુપ્તાને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અગાઉ સવાલ ઉઠાવ્યો હતો. નીતિન પટેલે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “કોણ રોહન ગુપ્તા? જેને મેં કમલમમાં ક્યારેય જોયા નથી!” પરંતુ આજે રાજકીય સમીકરણો એવા બદલાયા છે કે એ જ રોહન ગુપ્તા કમલમના મંચ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુઘની બાજુમાં ઊભેલા જોવા મળી રહ્યા છે. આ દૃશ્ય ભાજપના વર્ષો જૂના કાર્યકરો માટે ચોક્કસ ચર્ચાનો વિષય બન્યું છે.મંચની સામે બેઠેલા આ આઠ નેતાઓમાં બળવંતસિંહ રાજપૂત, નરહરિ અમીન, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા, અરવિંદ લાડાણી, બ્રિજેશ મેરજા અને જયરાજસિંહ પરમારનો સમાવેશ થાય છે.

અહીં સવાલ માત્ર મંચ પર કોણ બેઠું અને મંચની નીચે કોણ બેઠું તેનો નથી. પરંતુ સવાલ ભાજપની વર્ષો જૂની વિચારધારા અને સંગઠનમાં કામ કરતા મૂળ કાર્યકરોના માન-સન્માનનો છે. જે કાર્યકરો વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડે છે, ચૂંટણીમાં મહેનત કરે છે અને સંગઠનને મજબૂત બનાવે છે, તેમને ઘણીવાર યોગ્ય સ્થાન મળતું નથી તેવી ફરિયાદો ઊઠતી રહી છે. બીજી તરફ, કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશેલા નેતાઓને પક્ષમાં મહત્વપૂર્ણ સ્થાન અને સન્માન મળતું હોવાની ચર્ચા કાર્યકરોમાં અસંતોષ વધારી રહી છે.

શું ભાજપમાં વર્ષો સુધી નિષ્ઠાથી કામ કરનારા કાર્યકરો કરતાં પક્ષપલટો કરીને આવેલા નેતાઓનું રાજકીય વજન વધારે છે? શું ભાજપમાં સ્થાન મેળવવા માટે વર્ષોની સંગઠનાત્મક મહેનત કરતાં રાજકીય પક્ષપલટો વધુ અસરકારક સાબિત થઈ રહ્યો છે?
આ દૃશ્યે ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાને વધુ તેજ બનાવી છે. પક્ષના નેતૃત્વ માટે પણ આ એક વિચારવા જેવો મુદ્દો છે કે જો મૂળ કાર્યકરોને જ યોગ્ય સન્માન અને સ્થાન નહીં મળે તો સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા અને ઉત્સાહ કેવી રીતે જળવાઈ રહેશે?ભાજપમાં સત્તા અને સંગઠનના મંચ પર કોને સ્થાન મળે છે તે હવે માત્ર વ્યવસ્થાનો વિષય નથી રહ્યો, પરંતુ પક્ષના મૂળ કાર્યકરોના માન-સન્માન અને રાજકીય ભવિષ્ય સાથે જોડાયેલો મોટો સવાલ બની રહ્યો છે.

 

12 જેટલા જિલ્લા પ્રમુખો ગેરહાજર

દિવાળી સ્નેહમિલનના કાર્યક્રમમાં જિલ્લા સ્તરના સંગઠનની હાજરી અને સક્રિયતા પણ ચર્ચાનો વિષય બની હતી. અખબારી અહેવાલ મુજબ, કાર્યક્રમમાં 12 જેટલા જિલ્લા પ્રમુખો ગેરહાજર રહ્યા હતા. પ્રદેશ સ્તરે યોજાયેલી મહત્ત્વપૂર્ણ બેઠક અને સ્નેહમિલન હોવા છતાં જિલ્લા પ્રમુખોની આટલી સંખ્યામાં ગેરહાજરીને ગંભીરતાથી લેવામાં આવી હતી. ભાજપ જેવા શિસ્તબદ્ધ અને સંગઠન આધારિત પક્ષમાં જિલ્લા પ્રમુખોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે. સ્થાનિક કાર્યકરો સાથે સંપર્ક જાળવવો, પક્ષના કાર્યક્રમોનું આયોજન કરવું, લોકોની સમસ્યાઓ પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચાડવી અને સંગઠનને સતત સક્રિય રાખવાની જવાબદારી જિલ્લા પ્રમુખોની હોય છે. આવી સ્થિતિમાં પ્રદેશ કક્ષાના કાર્યક્રમમાં તેમની ગેરહાજરીને માત્ર સામાન્ય ગેરહાજરી તરીકે જોવાને બદલે સંગઠનાત્મક જવાબદારીના દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ અંગે પ્રદેશ નેતૃત્વ શું પગલાં લે છે તેના પર પણ નજર રહેશે.

 

‘માત્ર ઝભ્ભા પહેરીને ફરવાથી સંગઠન મજબૂત નહીં બને’ : પ્રદેશ પ્રમુખ

કમલમ ખાતે યુવા મોરચાના આગેવાનો અને હોદ્દેદારોની બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ યુવા નેતાઓની કામગીરી અંગે સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી હતી. માત્ર ઝભ્ભા પહેરીને ફરવાથી કે નેતાનો દેખાવ કરવાથી સંગઠન મજબૂત બનતું નથી, પરંતુ લોકો વચ્ચે જઈને તેમની સાથે જોડાવાથી સાચું સંગઠન ઊભું થાય છે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો. યુવા નેતાઓને સોશિયલ મીડિયા પૂરતી કામગીરી સીમિત ન રાખવા અને વાસ્તવિક રાજકીય મેદાનમાં ઉતરીને લોકો સાથે સંપર્ક વધારવા હાંકલ કરવામાં આવી હતી. લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ સમજવી, યુવાનો સાથે સંવાદ કરવો અને પક્ષની કામગીરી વિશે વિશ્વાસ ઊભો કરવો એ યુવા કાર્યકરોની જવાબદારી હોવાનું ભારપૂર્વક સમજાવવામાં આવ્યું હતું.

 

મનદુ:ખ ભૂલી સ્નેહ જાળવી રાખવો : CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન કોઈનામાં વધઘટ કે મનદુઃખ થયાં હોય તો ફરી એકસાથે મળીને સ્નેહ જાળવવાનો આ અવસર છે. ભાજપ પર પ્રજાએ જે વિશ્વાસ અને સ્નેહ મૂક્યો છે તેને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ આ સ્નેહમિલનમાં લેવાનો છે. જ્યાં હજુ અંધારું હોય ત્યાં આપણા વિકાસનો દીપક પ્રગટાવીએ અને વધુમાં વધુ લોકોનો પ્રેમ કેવી રીતે જીતી શકાય તે દિશામાં કામ કરીએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે કોઈ અસંતુષ્ટ હોય તેને સંતુષ્ટ કેવી રીતે કરી શકાય તેવો સંકલ્પ પણ લેવો જોઈએ. સરકારની તમામ યોજનાઓ કાર્યકરોએ ઘર-ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનો સંકલ્પ લઈએ અને દરેક વ્યક્તિનો પ્રેમ જીતવા માટે પ્રયત્ન કરીએ.

You Might Also Like

 રાજકોટમાં ખાનગી ડેરીઓએ દુધમાં રૂ.૪નો વધારો ઝીંકયો

 સિંગતેલ ફરી મોંઘુ, ડબ્બે સિધા ૨૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો

જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા

 ઠંડી બે દિ’માં જામશે, પારો 3 ડિગ્રી ગગડશે

 ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ‘પર્યાવરણ સમિતિ’ ની રચના: કિરીટ ભીમાણીની પ્રમુખપદે વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ‘પર્યાવરણ સમિતિ’ ની રચના: કિરીટ ભીમાણીની પ્રમુખપદે વરણી
ગુજરાતરાજકોટ

 ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ‘પર્યાવરણ સમિતિ’ ની રચના: કિરીટ ભીમાણીની પ્રમુખપદે વરણી

Editor By Editor 11 minutes ago
છ મહિનામાં ઝડપાયેલો દારૂ રોડ રોલર નીચે કચડાયો: 8,923 બોટલોનો નાશ
 સિંગતેલ ફરી મોંઘુ, ડબ્બે સિધા ૨૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો
 BBC, CNN, 200M સહિત ૧૭૮ વેબસાઇટમાં સાઇબર હૂમલો
 પોતાની મરજીથી લગ્ન કરનાર પુખ્ત યુવક-યુવતીને હેરાન કરી શકાય નહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?