By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    3 hours ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 day ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 day ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    2 days ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: મંદિર-ગૌશાળાના બહાને નિવૃત્ત અધિકારીના 1.25 કરોડ ચાઉં કર્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

મંદિર-ગૌશાળાના બહાને નિવૃત્ત અધિકારીના 1.25 કરોડ ચાઉં કર્યા

Editor
Last updated: 2026/11/19 at 3:40 PM
2 hours ago
Share
મંદિર-ગૌશાળાના બહાને નિવૃત્ત અધિકારીના 1.25 કરોડ ચાઉં કર્યા
SHARE

ધર્મની આડમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઠગ સાધુઓની માયાજાળ

મંદિર-ગૌશાળાના બહાને નિવૃત્ત અધિકારીના 1.25 કરોડ ચાઉં કર્યા

આફ્રિકાથી કરોડોનું દાન આવવાનું છે, પહેલાં જમીન ખરીદી સાટાખત કરાવો તો રોકાણ સાથે જંગી કમિશન મળશે… તેવી લાલચ આપી શિક્ષણ વિભાગના નિવૃત્ત શાસનાધિકારીને ફસાવ્યા

ભૂપેન્દ્ર રોડના સ્વામિનારાયણ મંદિરના બે સંતો સહિત પાંચ સામે ઠગાઈનો ગુનો દાખલ કરી EOWએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

અગ્ર ગુજરાત, રાજકોટ
ધર્મ અને સેવાના નામે લોકોની શ્રદ્ધા જીત્યા બાદ કરોડોની ઠગાઈના કથિત કૌભાંડનો રાજકોટમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ડાકોર નજીક 300થી 400 વીઘા જમીનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળાનું નિર્માણ કરવાનું છે, આ પ્રોજેક્ટ માટે આફ્રિકાથી કરોડો રૂપિયાનું દાન મળવાનું છે અને દાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જમીન ખરીદીનું અસલ સાટાખત બતાવવું જરૂરી છે… આવી વાતોમાં વિશ્વાસ અપાવી શિક્ષણ વિભાગના 72 વર્ષીય નિવૃત્ત શાસનાધિકારીને રોકાણ કરવા પ્રેર્યા હતા. રોકાણની રકમ પરત આપવા ઉપરાંત મોટું કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી. જોકે, દાન આવ્યું નહીં, કમિશન મળ્યું નહીં અને મૂળ રકમ પણ પરત ન મળતાં અંતે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. બે સ્વામી સહિત પાંચ શખ્સોએ કાવતરું રચી રૂ.1.25 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતાં આર્થિક ગુના નિવારણ સેલ (EOW)એ તપાસ શરૂ કરી છે.
આ ચકચારી પ્રકરણમાં રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રિજ નજીક દાસી જીવણપરા-1માં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દિગસર ગામના વતની નિવૃત્ત શાસનાધિકારી નરસિંહભાઈ લધરભાઈ વાઢેરે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં અમદાવાદના નારણપુરાના ચિંતન અશ્વિનભાઈ પરમાર, ડાકોરના જેકીકુમાર શરદભાઈ રામી, સુરતના લાલજી બાવનભાઈ ઢોલા, ભરૂચના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી અને આણંદના દર્શનપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામીના નામ ખુલ્યા છે.
ફરિયાદ મુજબ, વર્ષ 2020માં ચિંતન પરમારે નરસિંહભાઈને ડાકોર નજીક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વિશાળ મંદિર અને ગૌશાળા બનાવવાની યોજના હોવાનું જણાવ્યું હતું. આ પ્રોજેક્ટ માટે આફ્રિકાથી મોટું દાન મળવાનું છે, પરંતુ દાન આપનારાઓને જમીન ખરીદીનું અસલ સાટાખત બતાવવું પડશે. સીધી ખેડૂત પાસેથી જમીન ખરીદવામાં મુશ્કેલી પડી શકે તેમ હોવાથી રોકાણકારના નામે સાટાખત કરાવવાની જરૂર હોવાનું સમજાવાયું હતું. આ રોકાણથી મૂળ રકમ ઉપરાંત સારું કમિશન પણ મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આ વાતને વિશ્વસનીય બનાવવા ચિંતન પરમાર નરસિંહભાઈ, તેમના પુત્ર અને ભત્રીજાને રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં લઈ ગયો હતો. ત્યાં માધવપ્રિય સ્વામી, દર્શનપ્રકાશ સ્વામી અને લાલજી ઢોલા સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. બંને સ્વામીઓએ મંદિર-ગૌશાળાના પ્રોજેક્ટ અને આફ્રિકાથી આવનારા દાનની વાત કરી વિશ્વાસ અપાવ્યો હતો. જ્યારે લાલજી ઢોલાએ પોતે મંદિરના ખજાનચી હોવાનું જણાવી કારોબારીમાં વાત કરીને રોકાણની રકમ પરત અપાવી દેવાની ખાતરી આપી હોવાનું ફરિયાદમાં કહેવાયું છે.
ત્યારબાદ નરસિંહભાઈ અને તેમના પરિવારજનો ડાકોર નજીક સૂઈ તથા સૈયત ગામની સીમમાં મહુધા રોડ પર આવેલી જમીન જોવા ગયા હતા. જમીન માલિક જેકીકુમાર રામી સાથે આશરે 354 વીઘા જમીનનો સોદો નક્કી થયો હતો. જમીનના સોદા માટે રૂ.1.25 કરોડની રકમ ચૂકવવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તા.8 જૂન, 2020ના રોજ ડાકોરમાં જેકીકુમારના ઘરે રૂ.1.24 કરોડ રોકડા આપવામાં આવ્યા હતા. આટલી મોટી રકમની ગણતરીનો વીડિયો પણ નરસિંહભાઈના પુત્રના મિત્ર ગૌરાંગ ઘોરડાએ મોબાઈલમાં ઉતાર્યો હતો. રૂ.300ના સ્ટેમ્પ પર સાટાખત પણ તૈયાર કરવામાં આવ્યું હતું.
રોકાણના સોદા બાદ નરસિંહભાઈ અસલ સાટાખત અને અન્ય દસ્તાવેજો લઈને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલી ખાતે આવેલા ગૌધામ પહોંચ્યા હતા. ત્યાં માધવપ્રિય સ્વામી અને દર્શનપ્રકાશ સ્વામીને દસ્તાવેજો બતાવવામાં આવ્યા હતા. આફ્રિકાથી દાન આપનાર વ્યક્તિને બતાવવા માટે અસલ સાટાખત અને કાગળો સ્વામીએ પોતાની પાસે રાખી લીધા હતા. દસ દિવસમાં દાન આવી જશે અને ત્યારબાદ રોકાણની રકમ સાથે કમિશન પણ પરત આપી દેવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી. જોકે, દસ દિવસની વાત મહિનાઓ અને પછી વર્ષોમાં ફેરવાઈ ગઈ, પરંતુ ન તો આફ્રિકાથી દાન આવ્યું કે ન તો રોકાણની રકમ પરત મળી. વારંવાર પૂછપરછ કરતાં ક્યારેક આફ્રિકા જવાનું બાકી હોવાનું તો ક્યારેક FCRA સર્ટિફિકેટ મેળવવાનું બાકી હોવાનું કહી સમય પસાર કરવામાં આવ્યો હતો. અંતે નરસિંહભાઈને જમીન માલિક જેકીકુમાર રામી પાસેથી જ રૂપિયા પરત લઈ લેવાનું કહેવામાં આવ્યું હતું.
ફરિયાદ મુજબ, ફેબ્રુઆરી 2023માં ડાકોર પોલીસની અરજી સંદર્ભે થયેલી બેઠકમાં જૂના સાટાખતને રદ કરી તેના બદલે સૂઈ ગામની સર્વે નંબર 233 પૈકીની જમીનનો ટાઇટલ ક્લિયર કરી રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવાનો સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો. 16 ફેબ્રુઆરી, 2023ના રોજ આ અંગે દસ્તાવેજી કાર્યવાહી પણ થઈ હતી. પરંતુ ત્યારબાદ પણ જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નહોતો કે રૂ.1.25 કરોડ પરત મળ્યા નહોતા. આખરે નરસિંહભાઈએ પાંચેય સામે ફરિયાદ નોંધાવતાં DCB પોલીસે ગુનો નોંધી તપાસ EOWને સોંપી છે. PI ડી.એમ. હરિપરીયા અને PI સી.એન. દવેના માર્ગદર્શન હેઠળ PSI એન.આર. રાઠોડે તપાસ હાથ ધરી છે. ધાર્મિક પ્રોજેક્ટ અને વિદેશી દાનના નામે થયેલી આ કથિત ઠગાઈમાં ખરેખર નાણાં ક્યાં ગયાં, જમીનના સોદામાં કોની કેટલી ભૂમિકા હતી અને પાંચેય આરોપીઓ વચ્ચે નાણાકીય વ્યવહારોની કડી શું છે તે દિશામાં તપાસ આગળ વધે તેવી શક્યતા છે.

354 વીઘા જમીનનો સોદો, રૂ.1.25 કરોડનું રોકાણ

* ડાકોર નજીક સૂઈ અને સૈયત ગામની સીમમાં મહુધા રોડ પર જમીન પસંદ કરાઈ હતી.

* આશરે 354 વીઘા જમીનનો સોદો નક્કી થયો હતો.

* વીઘા દીઠ રૂ.18 લાખનો ભાવ નક્કી થયાની ફરિયાદમાં વિગતો છે.

* જમીન સોદા પેટે રૂ.1 લાખ રોકડા અને બાદમાં રૂ.1.24 કરોડ ચૂકવાયા હતા.

* રૂ.300ના સ્ટેમ્પ પર સાટાખત તૈયાર કરવામાં આવ્યું હતું.

* રોકડ રકમની ગણતરીનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો.

આફ્રિકાના દાનની વાતથી વિશ્વાસ જીત્યો

* મંદિર અને ગૌશાળા નિર્માણ માટે આફ્રિકાથી મોટું દાન મળવાનું હોવાનું કહેવાયું.

* દાન આપનારને જમીન ખરીદીનું અસલ સાટાખત બતાવવું જરૂરી હોવાનું સમજાવાયું.

* રોકાણકારના નામે જમીનનું સાટાખત કરાવવાની વાત કરવામાં આવી.

* દસ દિવસમાં દાન આવી જશે તેવી ખાતરી અપાઈ.

* રોકાણની મૂળ રકમ સાથે સારું કમિશન આપવાની લાલચ પણ અપાઈ.

* બાદમાં FCRA સર્ટિફિકેટ અને આફ્રિકા પ્રવાસના બહાને સમય પસાર કરાયાનો આક્ષેપ

2020થી 2023 સુધી વાયદા જ વાયદા

* મે-2020માં ચિંતન પરમારે મંદિર-ગૌશાળાના પ્રોજેક્ટની વાત કરી હતી.

* 8 જૂન, 2020ના રોજ રૂ.1.24 કરોડની રોકડ ચૂકવણી થઈ હતી.

* ત્યારબાદ અસલ સાટાખત સંતો પાસે રાખવામાં આવ્યું હતું.

* દાન ન આવતાં જમીન માલિક પાસેથી રકમ પરત લેવાનું કહેવામાં આવ્યું.

* ફેબ્રુઆરી-2023માં જૂનું સાટાખત રદ કરી નવો સમજૂતી કરાર થયો.

* 16 ફેબ્રુઆરી, 2023ના કરાર છતાં આજદિન સુધી ન જમીન મળી કે ન નાણાં પરત મળ્યાનો ફરિયાદમાં આક્ષેપ

પાંચ આરોપીઓ સામે ગુનો, EOWની તપાસ શરૂ

* ચિંતન અશ્વિનભાઈ પરમાર: અમદાવાદ, નારણપુરા.

* જેકીકુમાર શરદભાઈ રામી: ડાકોર, ગોપાલપુરા.

* લાલજી બાવનભાઈ ઢોલા: સુરત, ગોળાદરા.

* માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી: ભરૂચ, અંકલેશ્વર-પાનોલી.

* દર્શનપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી: આણંદ, સિદ્ધેશ્વર ગૌશાળા

 

You Might Also Like

TAT HS પરીક્ષાર્થીઓના હિતમાં હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા આણંદના નાયબ કલેક્ટરશ્રી ને રી-એસેસમેન્ટ સહિત પાંચ માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

 RTOમાં 3૦ દિ’ નું વેઇટીંગ હશે તો રજામાં લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ

 હેલ્થ ઓપરેશન! હાઇ-વેની હોટેલો-રેસ્ટોરન્ટ રડારમાં

 રાજકોટની જનસંખ્યા ૨૦ લાખ થવાનો અંદાજ, તા.૧૦ જાન્યુ.થી વસ્તી ગણતરી શરૂ

 વ્યાયામ શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી સરકારને કસરત કરાવશે ઉમેદવારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જૈન દીક્ષા લેનાર બે મુમુક્ષુ વિદ્યાર્થિનીઓનું મુંબઈની સોમૈયા યુનિવર્સિટીમાં સન્માન
ગુજરાતરાજકોટ

 જૈન દીક્ષા લેનાર બે મુમુક્ષુ વિદ્યાર્થિનીઓનું મુંબઈની સોમૈયા યુનિવર્સિટીમાં સન્માન

Editor By Editor 3 hours ago
શાપરમાં દારૂના ડખ્ખામાં શ્રમિક યુવકની સાથી મિત્રના હાથે હત્યા
 તુલસી વિવાહ નિમિત્તે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ૧૦ હજાર તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ
 RTOમાં 3૦ દિ’ નું વેઇટીંગ હશે તો રજામાં લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ
સુરેન્દ્રનગરમાં કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા, રોયલ્ટી પાસની તપાસમાં ગેરરીતિઓ પોલીસ દ્વારા લાખોનો મુદામાલ જપ્ત કરાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?