જાગનાથ જૈન સંઘમાં ૧૩ વર્ષની પ્રાચી અને ૩૭ વર્ષના માનસીબેનનું અઢારિયું-ઉપધાન તપ પૂર્ણ: આવતીકાલે તપના પારણા
પંન્યાસ શ્રી ગીતાર્થરત્નવિજયજી મ.સા., પંન્યાસ શ્રી હિતાર્થરત્નવિજયજી મ.સા. અને સાધ્વી શ્રી ચૈતન્યરેખાશ્રીજી મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં ૧૮ દિવસની કઠોર આરાધના
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, રાજકોટ ખાતે ૧૩ વર્ષની દીકરી પ્રાચીબેન નિખિલભાઈ શાહ અને તેમના કાકી ૩૭ વર્ષના માનસીબેન જતીનભાઈ શાહે અઢારિયું–ઉપધાન તપની ભક્તિભાવપૂર્વક આરાધના પૂર્ણ કરી છે. આ બંને તપસ્વીઓ આવતીકાલે તા. ૨૬ નવેમ્બરના રોજ પંન્યાસ શ્રી ગીતાર્થરત્નવિજયજી મ.સા., પંન્યાસ શ્રી હિતાર્થરત્નવિજયજી મ.સા. તથા સાધ્વી શ્રી ચૈતન્યરેખાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પાવન નિશ્રામાં તપ પૂર્ણ કરશે.
નિખિલભાઈ અને મિતલબેનની પુત્રી પ્રાચીબેન તથા કાકી માનસીબેને સ્વ.દાદા વિનોદભાઈ અને સ્વ. દાદી પ્રવિણાબેનના સંસ્કાર અને માર્ગદર્શનને અનુસરીને આ કઠોર તપસ્યા કરી છે. બંને આરાધકોએ ઉપાશ્રયમાં ૧૮ દિવસ સુધી સાધ્વી જેવું સંયમ અને નિયમમય જીવન વ્યતીત કરી તપ-આરાધના દ્વારા કર્મોની નિર્જરા કરી છે.
કઠોર ઉપધાન તપ પૂર્ણ કરવા બદલ પ્રાચીબેન અને માનસીબેનને ચોમેરથી અનુમોદના મળી રહી છે. તપસ્વીઓને અનુમોદના પાઠવવા માટે નિખિલભાઈ શાહના મોબાઈલ નંબર ૯૪૨૮૨૩૫૯૩૬ પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.


