- નેપાળમાં આવેલા ભૂકંપમાં 150 થી વધુ લોકોના મોત
- બાળકો અને તેમના પરિવારો મોટા જોખમમાં: UNICEF
- “અસરગ્રસ્ત વિસ્તારોમાં રહે છે હજારો શાળાના બાળકો”
નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપમાં 150 થી વધુ લોકોના મોત થયા છે. તેવામાં UNની ટીમે પ્રતિક્રિયા આપતા, યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF)ના પ્રતિનિધિ એલિસ અકુંગાએ જણાવ્યું હતું કે, બાળકો અને તેમના પરિવારો ખૂબ મુશ્કેલીમાં છે. હજારો શાળાના બાળકો અસરગ્રસ્ત વિસ્તારોમાં રહે છે. અનેક રહેણાંક મકાનોમાં નુકસાન થયું છે.
નેપાળમાં UNની ટીમો દેશના પશ્ચિમમાં આવેલા ભૂકંપને લઇ પ્રતિક્રિયા આપી રહી છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. શુક્રવારે મધ્યરાત્રિના સમય પહેલા રુકુમ અને જાજરકોટના દૂરના અને ગ્રામીણ જિલ્લાઓમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, એપ્રિલ-મે 2015ના ઘાતક ભૂકંપની યાદો હજુ પણ તેમના મગજમાં તાજી છે તેવામાં આ ભૂકંપે તારાજી સર્જી છે.
શાળાના બાળકો અને પરિવારો પર અસર
નેપાળમાં યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF)ના પ્રતિનિધિ એલિસ અકુંગાએ જણાવ્યું હતું કે, બાળકો અને તેમના પરિવારો ખૂબ જોખમમાં છે. માહિતી અનુસાર, હજારો શાળાના બાળકો અસરગ્રસ્ત વિસ્તારોમાં રહે છે અને તેઓને ભારે અસર પહોંચી છે. ભૂકંપના કારણે જનજીવન ખોરવાયું છે. સરગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. યુનિસેફની ટીમો ઘટનાસ્થળે જઇને સ્થિતિની સમિક્ષા કરી રહી છે અને તાત્કાલિક સહાય પૂરી પાડી રહી છે.
WHO અને UNOSAT સ્ટોક લઈ રહ્યા છે
અકુંગાએ કહ્યું, અમે આરોગ્ય, પોષણ, શિક્ષણ, પાણી, સ્વચ્છતા, બાળ સંરક્ષણ અને સામાજિક સુરક્ષાના ક્ષેત્રોમાં આ નિર્ણાયક સમયે જરૂરી સમર્થનનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.” યુએનની અન્ય એજન્સીઓએ પણ તેમની પ્રતિક્રિયા વધારી દીધી છે. WHO તબીબી ટીમોને એકત્ર કરી રહ્યું છે અને UNOSATને સેટેલાઇટ ઇમેજ વિશ્લેષણ દ્વારા નુકસાનીનો સરવે કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં હેલિકોપ્ટર તૈનાત
ભૂકંપના કારણે ભૂસ્ખલનને કારણે જાજરકોટ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. રસ્તો ફરીથી ખુલ્લો કરવાના પ્રયાસો ચાલુ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ નુકસાન જાજરકોટ અને રૂકુમ (વેસ્ટ)માં થયું છે. સરકારે લોકોની શોધખોળ અને બચાવ માટે લશ્કરી હેલિકોપ્ટર તૈનાત કર્યા અને ફિલ્ડ અને ફિલ્ડ હોસ્પિટલોમાં વધારાના તબીબી કર્મચારીઓને મોકલ્યા છે.


