- ટોમેટોસ રેસ્ટોરન્ટએ વેજના ઓર્ડરમાં નોનવેજ પીરસ્યું હતુ
- યુવકે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી છે
- સાઉથ બોપલમાં આવેલા ટોમેટોસ રેસ્ટોરન્ટમાં ઘટના બની
અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. જેમાં વેજ ખાવાના ઓર્ડરમાં નોનવેજ ખાવાનું આપ્યું છે. તેમાં ટોમેટોસ રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવતા ગ્રાહકોમાં આક્રોસ જોવા મળ્યો છે. તેમાં વેજ ખાવાના ઓર્ડરમાં નોનવેજ ખાવાનું અપાતા મામલો બિચક્યો હતો.
ટોમેટોસ રેસ્ટોરન્ટએ વેજના ઓર્ડરમાં નોનવેજ પીરસ્યું હતુ
ટોમેટોસ રેસ્ટોરન્ટએ વેજના ઓર્ડરમાં નોનવેજ પીરસ્યું હતુ. ગ્રાહકને જમવાનું શંકાસ્પદ લાગતા ચેક કર્યું હતુ. તેમાં વેજના બદલે નોનવેજ પીરસાયું હતુ. એક વ્યક્તિએ વેજીટેરિયન ખાવાનું મંગાવ્યું હતું રેસ્ટોરન્ટ વાળાએ નોનવેજ ખાવાનું આપી દીધું હતું. અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા ટોમેટોસ રેસ્ટોરન્ટમાં એક યુવક મિત્રો સાથે જમવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી.

યુવકે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી છે
યુવકે જમવામાં વેજ મેક્સિકન હોટપોટનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે જમાવનું શરૂ કર્યું, ત્યારે જમવાનું શંકાસ્પદ લાગતા ચેક કર્યું હતું. શંકાસ્પદ જમવાનું ચેક કરતાની સાથે જ તેઓના હોશ ઊડી ગયા હતા. કારણ કે, અંદરથી ચિકન નીકળ્યું હતું. આ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને વાત કરી ત્યારે તેને કબૂલ્યું, પરંતુ કોઈ જવાબ ન આપ્યો. જેથી યુવકે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી છે.


