- મોડી રાત્રે બે કાર ચાલકોએ બજારમાં લગાવી રેસ
- કાર ચાલકે બેફામ કાર હંકારતા બજારમાં દોડધામ
- એક કારે અડફેટે લેતા બે લોકો ઈજાગ્રસ્ત
વલસાડ શહેરમાં ભર બજારમાં રેસ લાગી હતી. જેમાં મોડી રાત્રે બે કાર ચાલકોએ બજારમાં રેસ લગાવી હતી. કાર ચાલકે બેફામ કાર હંકારતા બજારમાં દોડધામ મચી હતી. તેમાં એક કારે અડફેટે લેતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો
ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. તેમજ રેસ લગાવતા કારના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. વલસાડ શહેરમાં ભર બજારે મોડી રાત્રે બે કાર ચાલકોએ જાહેર રસ્તા પર રેસ લગાવી હતી. જેમાં બજારમાં દોડધામ મચી હતી તથા લોકોના જીવ અધ્ધર થયા હતા. જેમાં એક કારે વાહનનો અડફેટે લીધા હતા. જેમાં બે લોકોને ઈજા થઇ હતી. જેમાં અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો.
રેસ લગાવતા કારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ
ભર બજારમાં રેસ લગાવતા કારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સીસીટીવીમાં દેખાતા દ્રશ્ય મુજબ બે કાર પુર ઝડપે રોડ પરથી પસાર થઈ રહી છે. વાહન ચાલકો અને રાહદારીઓની પણ સતત અવરજવર ચાલી રહી છે. ત્યારે રોકેટગતિએ બંને કાર ચાલકોએ બેફામ રીતે ગાડી ભગાવી અને જાણે રેસ લગાવી હતી. આથી લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે કાર ચાલકોની આ રેસમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. ઘટના બાદ અકસ્માત સર્જનાર કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
રોડ રોલરે ઉભેલી મર્સિડીઝ કારને અડફેટે લીધી હતી
અગાઉ વાપીના ગુંજન વિસ્તાર નજીક અકસ્માત સર્જાયો હતો. રોડ રોલરે ઉભેલી મર્સિડીઝ કારને અડફેટે લીધી હતી. રોડ રોલર ચાલકે મર્સિડીઝ કારને દૂર ઢસડી હતી. કાર આગળ ઉભેલી બાઈક પણ ઘસડાઈ હતી. સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માતમાં મર્સિડીઝ કાર અને બાઈકને નુકસાન પહોંચ્યું હતું.


