- પ્રદૂષણને લઇને આકરા પાણીએ સુપ્રીમ કોર્ટ
- રાજ્ય સરકાર સામે દોષારોપણ કરવાનો કર્યો આક્ષેપ
- પ્રદૂષણને નાથવા પ્રયાસ કરવા તે દરેકનું કર્તવ્ય : SC
સુપ્રીમ કોર્ટે સરકારોના વલણ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે પ્રદૂષણ સામે લડવા માટે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી. આ મુદ્દે માત્ર આક્ષેપબાજીની રમત ચાલી રહી છે. આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
પ્રદૂષણને ઘટાડવાનો પ્રયાસો કરવા દરેકની ફરજ
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. સરકારોના વલણ પર સવાલ ઉઠાવતા કોર્ટે કહ્યું કે પ્રદૂષણ સામે લડવા માટે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી. આ મુદ્દે માત્ર આક્ષેપબાજીની રમત ચાલી રહી છે. આ દરમિયાન કોર્ટે રાજસ્થાન સરકારને દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા અંગેના અગાઉના આદેશનું પાલન કરવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે રાજસ્થાન સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં ભરવા જોઈએ. કોર્ટે કહ્યું કે પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો કરવા દરેકની ફરજ છે.
કોર્ટે કહ્યું દોષારોપણ નહી નક્કર પગલા લો
કોર્ટે વધુમાં કહ્યું કે પ્રદૂષ મામલના દરેક લોકો આગળ વધારી દેવા માંગે છે. આ અંગે કોઇ ઠોસ પગલા લેવામાં આવતા નથી.ઉલ્લેખનીય કે દિલ્હી સરકારે ઘણી વખત કહ્યું છે કે રાજધાનીમાં પ્રદૂષણનું કારણ હરિયાણા અને યુપીમાં પરાળી સળગાવવાનું છે. આ સિવાય દિલ્હી સરકાર બહારથી આવતા વાહનોને પણ પ્રદૂષણ માટે જવાબદાર માને છે. તે જ સમયે, બીજેપી દિલ્હી સરકાર પર પ્રદૂષણનો સામનો કરવામાં નિષ્ફળ હોવાનો આરોપ લગાવી રહી છે. એવું માનવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોના આ વલણને લઈને આ તીખી ટિપ્પણી કરી છે.