- બિહાર વિધાનસભામાં જાતિ ગણતરી સંબંધિત રિપોર્ટ રજૂ
- શિક્ષણ સંબંધિત ડેટા આવ્યા સામે
- સાત ટકાથી વધુ લોકો ગ્રેજ્યુએટ
બિહાર વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે જાતિ ગણતરી સંબંધિત રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ સંબંધિત ડેટા સામે આવ્યા છે. આ મુજબ રાજ્યમાં સાત ટકાથી વધુ લોકો ગ્રેજ્યુએટ છે. અહીં સાત ટકા લોકો ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરે છે. જ્યારે 22.67 ટકા લોકો ધોરણ 1 થી 5 સુધીનું શિક્ષણ મેળવે છે. 14.33 ટકા લોકો છઠ્ઠાથી આઠમા ધોરણ સુધી શિક્ષણ મેળવે છે. જ્યારે 9.19 ટકા 11 અને 12 સુધીનું શિક્ષણ મેળવે છે.
બિહારમાં કેટલા લોકો ગ્રેજ્યુએટ ?
બિહારમાં સાત ટકા લોકો ગ્રેજ્યુએટ છે. જ્યારે 22.67 ટકા લોકો ધોરણ 1 થી 5 સુધીનું શિક્ષણ મેળવે છે. અહીં 14.33 ટકા લોકો છઠ્ઠાથી આઠમા ધોરણ સુધી અભ્યાસ કરે છે. 9.19 ટકા 11 અને 12 સુધીનું શિક્ષણ મેળવે છે.
બિહારમાં કયો વર્ગ સૌથી વધુ ?
બિહારમાં રાજપૂત પરિવારોના 24.89 લોકો ગરીબ છે. જ્યારે સામાન્ય વર્ગમાં ગરીબોની સંખ્યા 25.9 ટકા છે. બિહાર વિધાનસભામાં જાતિ ગણતરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. બિહાર વિધાનસભામાં જાતિ ગણતરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે 13.83 ટકા કાયસ્થ ગરીબ છે. જ્યારે રાજપૂત પરિવારના 24.89 લોકો ગરીબ છે. આંકડા અનુસાર, સામાન્ય વર્ગના 25.9 ટકા લોકો ગરીબ છે.
બિહારના શૈક્ષણિક આંકડા શું કહે છે?
- બિહારમાં 22.67% વસ્તીએ ધોરણ 1 થી 5 સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
- 14.33 ટકા વસ્તીએ ધોરણ 6 થી 8 સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
- 14.71 ટકા વસ્તીએ ધોરણ 9 થી 10 સુધી અભ્યાસ કર્યો છે.
- 9.19 ટકા વસ્તીએ ધોરણ 11 થી 12 સુધી અભ્યાસ કર્યો છે.
- સ્નાતક ધારકોની વસ્તી માત્ર 7% છે.
આર્થિક આંકડા શું કહે છે?
- જનરલ કેટેગરીમાં 25.9 ટકા પરિવારો ગરીબ છે.
- પછાત વર્ગના 33.16 ટકા પરિવારો ગરીબ છે.
- 33.58 ટકા ગરીબ પરિવારો અત્યંત પછાત વર્ગમાં છે.
- અનુસૂચિત જાતિમાં 42.93 ટકા ગરીબ પરિવારો છે.
- અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે.
- અન્ય જાતિઓમાં 23.72 ટકા ગરીબ પરિવારો છે.
કઈ જ્ઞાતિના કેટલા પરિવારો ગરીબ છે?
- 25.32 ટકા ભૂમિહાર પરિવારો છે.
- બિહારમાં 25.3 ટકા બ્રાહ્મણ પરિવારો ગરીબ છે.
- 24.89 ટકા રાજપૂત પરિવારો ગરીબ છે.
- 13.83 ટકા કાયસ્થ પરિવારો ગરીબ છે.
- પઠાણ (ખાન) 22.20% પરિવારો ગરીબ છે.
- 17.61 ટકા સૈયદ પરિવાર ગરીબ છે.