- લોકસભાની ચૂંટણી પહેલા નીતિશ કુમારનો માસ્ટરસ્ટ્રોક
- અનામત 50%થી વધારીને 75% કરવાનો પ્રસ્તાવ,
- EWS 10 ટકા સાથે 75 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે મંગળવારના વિધાનસભામાં મોટુ પગલુ ભર્યુ છે. તેઓએ અનામત 50ટકી થી વધારીને 65ટકા સુધીનો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈડબ્લ્યુએસના 10 ટકા સાથે અનામત 75 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
50 ટકાથી વધારીને 65 ટકા કરવા પ્રસ્તાવ
તેમણે ગૃહને સંબોધિત કરતી વખતે પ્રસ્તાવિત અનામત વિશે જણાવ્યું હતું કે SC 20 ટકા, ST 2 ટકા, OBC અને EBC 43 ટકા સાથે EWS 10 ટકા અનામત હોવી જોઈએ. તેમણે કહ્યું કે અનામતનો વ્યાપ 50 ટકા છે, ઉચ્ચ જાતિ માટે પણ 10 ટકા અનામત છે, પછાત અને અતિ પછાત લોકો માટે અનામત વધારવી જોઈએ. તેમણે કહ્યું કે 50 ટકા અનામતનો વિસ્તાર વધારીને 65 ટકા કરવો જોઈએ.
લોકસભાની ચૂંટણીને લઇને મોટુ પગલું
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભા સત્ર દરમિયાન અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મુખ્યમંત્રીએ માંગ કરી હતી કે 75 ટકા અનામતમાંથી 43 ટકા અનામત ઓબીસી અને ઈબીસી વર્ગના લોકો માટે અનામત હોવી જોઈએ. આ ઉપરાંત, તેમણે EWS માટે 10 ટકા સાથે 75 ટકા આરક્ષણનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે જ રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલા સીએમ નીતિશ કુમાર મોટી રાજકીય ચાલ રમી છે.
વસ્તી ગણતરી વૈજ્ઞાનિક રીતે હાથ ધરવામાં આવી
નીતીશ કુમારે વિધાનસભામાં કહ્યું કે આખી વસ્તી ગણતરી ખૂબ જ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છે, કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કેટલીક જાતિઓની સંખ્યા વધી કે ઓછી થઈ છે, આ ખૂબ જ બોગસ વાત છે. તેમણે કહ્યું કે અમે અપીલ કરીએ છીએ કે સમગ્ર દેશમાં જ્ઞાતિની વસ્તી ગણતરી કરવામાં આવે. મહિલા સાક્ષરતા પર બોલતા નીતિશ કુમારે કહ્યું કે બિહારમાં મહિલા સાક્ષરતામાં સુધારો થયો છે.
અનામતની વર્તમાન સ્થિતિ શું ?
હાલમાં, બિહારમાં પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગો માટે 27 ટકા અનામતની જોગવાઈ છે. આ સિવાય ST માટે 17 ટકા, ઉચ્ચ જાતિ માટે 10 ટકા, વિકલાંગ માટે 3 ટકા અને સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે 1 ટકા અનામતની જોગવાઈ હતી. આ સિવાય મહિલાઓ માટે પણ 3 ટકા અનામત હતું જે સમાપ્ત થઈ ગયું છે. દરખાસ્ત મુજબ, અનુસૂચિત જાતિનું અનામત 16થી વધારીને 20, અનુસૂચિત જનજાતિ માટે 1થી 2 અને પછાત અને સૌથી પછાત વર્ગનું અનામત 27થી વધારીને 43 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.