- બાઈકસવારને બચાવવા જતાં કેન્દ્રીય મંત્રીનો કાફલો અકસ્માત ગ્રસ્ત
- અકસ્માતમાં બાઇક સવાર 35 વર્ષીય યુવાનનું કરૂણ મોત નીપજ્યું
- ચૂંટણી પ્રચાર માટે પ્રહલાદ પટેલ છિંદવાડાથી નરસિંહપુર જઈ રહ્યા હતા
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ મંગળવારે માર્ગ અકસ્માતનો સામનો કરવો પડ્યો. જોકે, આ અકસ્માતમાં તેમનો આબાદ બચાવ થયો હતો. તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. પરંતુ, આ ઘટનામાં બાઇક સવાર 35 વર્ષીય યુવકનું મોત થયું છે. આ સિવાય ત્રણ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલનો કાફલો છિંદવાડાથી નરસિંહપુર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતા બાઇક સવારને બચાવવા જતાં તેમનું વાહન રોડ પરથી ઉતરી ગયું હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં બાઇક સવાર યુવકનું મોત થયું છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ હાલ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે છિંદવાડામાં છે. તે છિંદવાડાથી જનસંપર્ક અભિયાન કરીને નરસિંહપુર પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પ્રહલાદ પટેલ પણ નરસિંહપુરથી ઉમેદવાર છે.