By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી

Editor
Last updated: 2026/05/07 at 4:29 PM
3 months ago
Share
શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી
SHARE

ઓડીસાથી સૌરાષ્ટ્ર સુધીનું ડ્રગ્સ કનેક્શન ખુલ્યું

શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી

ત્રણ આરોપીને ઝડપી લઇ કુલ 84 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરાયો ; ગાંજો કાલાવડમાં સપ્લાય થવાનો હતો, વધુ સપ્લાયર અને કનેક્શન અંગે તપાસ તેજ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ડ્રગ્સના જાળાને તોડવા માટે ચાલી રહેલી પોલીસની ઝુંબેશ વચ્ચે રૂરલ એસઓજીએ જસદણ નજીક મોટી સફળતા મેળવી છે. શીવરાજપુર ગામના પાટીયા પાસે આવેલી જય વિહળનાથ હોટલ નજીક ઉભેલા એક માલવાહક ટ્રકમાંથી 108 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાતા ડ્રગ્સ સપ્લાયના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડીને ગાંજો, ટ્રક અને મોબાઇલ સહિત કુલ રૂ.84.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસના કાર્યકાળ દરમિયાન આ સૌથી મોટી એનડીપીએસ કાર્યવાહી માનવામાં આવી રહી છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ “SAY NO TO DRUGS” અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સઘન કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન રૂરલ એસઓજી પીઆઈ એફ.એ. પારગીની રાહબરીમાં પીએસઆઈ જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે જસદણથી ઘેલા સોમનાથ તરફ જતા માર્ગ પર શીવરાજપુર પાટીયા પાસે ઉભેલા ટ્રકમાં ગાંજાનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે.
ચોક્કસ માહિતી મળતાં જ એસઓજીની ટીમ સ્થળ પર પહોંચી હતી. જય વિહળનાથ હોટલ નજીક ઉભેલા જીજે-06-AT-9438 નંબરના ટ્રક પાસે ત્રણ શખ્સો હાજર હતા. પોલીસને જોતા તેઓ ગભરાઈ જતા ટીમે તાત્કાલિક પૂછપરછ શરૂ કરી હતી. પોતાની ઓળખ રાજુ ઇશ્વર ચૌહાણ, નરેશ ઉર્ફે હરી ઇશ્વર લીંબડીયા અને કાદરશા ઉર્ફે કાદરબાપુ કાસમશા શેખ તરીકે આપનાર આ ત્રણેય શખ્સોની હિલચાલ શંકાસ્પદ લાગતાં પોલીસે ટ્રકની સઘન તપાસ હાથ ધરી હતી.
ટ્રકની કેબિનમાં ડ્રાઈવર સીટ પાછળ પ્લાસ્ટિકના બાચકાઓમાં સંતાડેલો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્થળ પર જ વજન કરાતા કુલ 108 કિલો 331 ગ્રામ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. આ જથ્થાની કિંમત અંદાજે રૂ.54.16 લાખ ગણવામાં આવી છે. પોલીસે ત્રણ મોબાઈલ ફોન અને ટ્રક સાથે કુલ રૂ.84.31 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. તેઓ ટ્રક લઈને ઓડીસા સુધી ગયા હોવાનું અને ત્યાં અલેખા બીસનું બહેરા નામના શખ્સે ગાંજાનો જથ્થો ટ્રકમાં ભરાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો સૌરાષ્ટ્રમાં લાવી કાલાવડના મહમદરફીક અસરફભાઈ લોદી અને અબ્દુલલતીફ ઓસમાણભાઈ સમાને પહોંચાડવાનો હતો. આરોપીઓની કબૂલાત બાદ હવે પોલીસ ઓડીસાથી ગુજરાત સુધી ફેલાયેલા સમગ્ર ડ્રગ્સ નેટવર્કની કડીઓ શોધવામાં લાગી ગઈ છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં ગાંજાની હેરાફેરીના ઇનપુટ મળી રહ્યા હતા. ખાસ કરીને માલવાહક વાહનો મારફતે ડ્રગ્સની સપ્લાય થતી હોવાની માહિતી આધારે વિવિધ માર્ગો પર સઘન વોચ ગોઠવવામાં આવી રહી હતી. આ જ વોચ દરમિયાન એસઓજીને આ મોટી સફળતા હાથ લાગી છે.
એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં એનડીપીએસ હેઠળની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા કોઈપણ શખ્સને છોડવામાં નહીં આવે. તેમના જણાવ્યા મુજબ, તેમની કાર્યકાળ દરમિયાન આ સૌથી મોટો ગાંજાનો દરોડો છે. અગાઉ વિંછીયાના ભડલી ગામની સીમમાં ગાંજાની ખેતી પકડી રૂ.37 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો, જ્યારે હવે 108 કિલો ગાંજાનો જથ્થો ઝડપાતા ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય નશાના નેટવર્ક સામે પોલીસ વધુ સતર્ક બની છે.
આ સમગ્ર ઓપરેશનમાં એસઓજીની મોટી ટીમે સંયુક્ત કામગીરી બજાવી હતી. પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા, એએસઆઈ પરબતભાઈ શામળા, ફિરોઝભાઈ બ્લોચ, વિપુલભાઈ ગુજરાતી, રૂપકબહાદુર બોહરા સહિત અનેક પોલીસકર્મીઓએ બાતમીના આધારે ચોક્કસ આયોજન કરી સફળ દરોડો પાર પાડ્યો હતો.
હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે. સાથે જ ઓડીસાથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલા ડ્રગ્સ સપ્લાય ચેઈનમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટામાં બે વખતથી વીજ બિલમાં ત્રણથી પાંચ ગણો ધરખમ વધારો આવતા નાગરિકોમાં રોષ
ગુજરાત

ઉપલેટામાં બે વખતથી વીજ બિલમાં ત્રણથી પાંચ ગણો ધરખમ વધારો આવતા નાગરિકોમાં રોષ

Editor By Editor 23 hours ago
ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ
મોરબીના મકનસર નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું
સંસદમાં ભગવા વસ્ત્રોના વિરોધથી ગીર સોમનાથના સાધુ સંતોમાં નારાજગી, કલેક્ટર કચેરીમાં રામધુન બોલાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?