- તત્વ ઇન્સ્ટિટ્યૂટના સુપ્રિટેન્ડેન્ટ ઓસ્ટીન પલાતનું મોત
- વહેલી પરોઢે છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યા
- પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ
રાજ્યમાં દિનપ્રતિદિન હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.
આ અંગેની માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લામાં તત્વ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતાં સુપ્રિટેન્ડેન્ટ ઓસ્ટીન પલાતનું મોત થયું છે. જેમને વહેલી પરોઢે છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યા હતા અને પછી તાત્કાલિક હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોની ટીમ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
છેલ્લા થોડાં દિવસોથી હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હવે અરવલ્લી જિલ્લાની જ જો વાત કરવામાં આવે તો એક મહિનામાં હાર્ટ એટેકથી 10 લોકોના મોત થયા છે. જેના કારણે તબીબોથી લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


