- જૂની અદાવતમાં 6 વર્ષના દીકરાને વેચવાની ધમકી આપી
- ધમકી આપી માગી રૂ.5 લાખ ડોલરની ખંડણી
- ક્રાઇમ બ્રાંચ ગુનો નોંધી તપાસ શરૂ કરી
અમદાવાદમાં પિતાને દિકરાને વેચી દેવાની ધમકી મળી છે. જેમાં ડાર્ક વેબમાં વેચી દેવાની ધમકી આપી ખંડણી માગી છે. તેમાં જૂની અદાવતમાં 6 વર્ષના દીકરાને વેચવાની ધમકી આપી છે. ધમકી આપી રૂ.5 લાખ ડોલરની ખંડણી માગી છે. ત્યારે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ડાર્ક વેબમાં છોકરાને વેચી દેવાની એક પિતાને ધમકી મળી
શહેરમાં ડાર્ક વેબમાં છોકરાને વેચી દેવાની એક પિતાને ધમકી મળી છે. જેમાં 6 વર્ષના દીકરાને વેચી દેવા માટે વોટ્સ એપ પર ખંડણી માંગી ધમકી આપી છે. તેમજ ખંડણી માગનાર મુંબઈનો એક વ્યક્તિ છે. અગાઉના મનદુઃખને લઈ ધમકી આપી છે. તેમાં 5 લાખ ડોલર ની ખંડણી માંગતા .ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
12 વર્ષના બાળકના અપહરણ અને હત્યાનો મામલો
અગાઉ સુરત જિલ્લામાં 12 વર્ષના બાળકના અપહરણ અને હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં ટ્યુશનથી પરત ફરી રહેલા બાળકનું બે લોકોએ અપહરણ કર્યું હતું. આ પછી તેમણે પરિવાર પાસે 15 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પરિવારે રકમ ન ચૂકવતાં અપહરણકારોએ બાળકની હત્યા કરી નાખી હતી. સુરતના કામરેજ-ઉંભેલ વિસ્તારમાંથી પોલીસે બાળકનો મૃતદેહ કબજે કર્યો હતો. બાળકના અપહરણ અને હત્યાની ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. તો બીજી તરફ પરિવારની હાલત કફોડી હતી. પોલીસે કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી હતી. તેની માહિતી પર બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
પોલીસ પાસે જશો તો પણ તમારો દીકરો નહિ આવે
સુરતના કડોદરા ખાતે રહેતા સુધીર કુમાર વ્યવસાયે ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેમનો મોટો પુત્ર અમરેન્દ્ર ઉર્ફે શિવમ શ્રીનિવાસ સોસાયટીમાં આવેલી વિદ્યાભારતી સ્કૂલના ધોરણ 5માં અભ્યાસ કરે છે. શાળા છૂટ્યા બાદ તે સાંજે 5:30 થી 7:30 દરમિયાન કૃષ્ણનગરમાં રજનીશ સરના ટ્યુશન ક્લાસમાં ગયો હતો. ટ્યુશનથી પરત ફરતી વખતે અપહરણકારોએ શિવમનું અપહરણ કર્યું હતું. પિતા સુધીરને તેમના પુત્રના અપહરણની જાણ 10 વાગ્યે ત્યારે થઈ જ્યારે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. આ કોલમાં કહેવામાં આવ્યું છે કે જો તમે પોલીસને કહેશો તો હું તમારા બાળકને મારી નાખીશ. મારા માણસો તમારી પાછળ છે. કોલમાં કહેવામાં આવ્યું હતું કે 15 લાખ રૂપિયા આપો તો તમારો પુત્ર ઘરે આવી શકશે. તમે પોલીસ પાસે જશો તો પણ તમારો દીકરો નહિ આવે.


