- કેમેરા, લેન્સનું પૂજન
- 10 વર્ષથી સતત થાય છે પૂજન
- વેરાવળમાં થાય છે અનોખી પૂજા
શું ધનતેરસને દિવસે માત્ર ધનની જ પૂજા કરી શકાય? પરંતુ ગીર સોમનાથમાં પોતાની આજીવિકા એવા કેમેરાઓનું સમૂહ પૂજન અહીંના ફોટોગ્રાફર દ્વારા પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે કરાય છે. જરા આશ્ચર્ય જરૂર લાગશે પરંતુ આ હકીકત છે. વેરાવળમાં ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા 11માં વર્ષે કેમેરા પૂજન કરવામાં આવ્યું.
મહત્વનું છે કે છેલ્લા 10 વર્ષથી કેમેરા, ઝૂમ લેન્સ, કમ્પ્યૂટર.લેપટોપ વગેરેનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવે છે. અહીં વેરાવળ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સતત છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની પૂજા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ કેમેરા આ ફોટોગ્રાફર ભાઈઓ માટે તેમની રોજી રોટી કમાવવાનું મુખ્ય સાધન છે. એટલે આ ભાવનાથી ધનતેરસના દિવસે આ સાધનોનું પૂજન કરવામાં આવે છે.
વેરાવળમાં છેલ્લા 10 વર્ષથી ફોટોગ્રાફર ભાઈઓ દ્વારા પોતાના આજીવિક એવા શસ્ત્ર એટલે કેમેરાનું પૂજન કરવામાં આવે છે.ત્યારે ધનતેરસના દિવસે 11માં વર્ષે પણ કેમેરા પૂજનનું આયોજન મુકેશભાઈ દ્રારા સ્ટુડિયો ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં વેરાવળ પાટણના ફોટોગ્રાફર જોડાયા હતા .નૂતન વર્ષે લોકો લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન કરતા હોઈ છે ત્યારે વેરાવળના ફોટોગ્રાફર છેલ્લા 10 વર્ષથી પોતાના શસ્ત્ર એવા કેમેરાનું પૂજન કરે છે.ત્યારે ધનતેરસના પાવન દિવસે સિદ્ધિ સ્ટુડિયો ખાતે કેમેરા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વેરાવળ અને આસપાસના વિસ્તારના ફોટોગ્રાફર બહોળી સંખ્યામાં જોડાયા હતા અને પોતાના કેમેરાનું પૂજન કર્યું હતું.
દિવાળીના પવિત્ર તહેવારમાં લોકો પોતાના ચોપડાનું પૂજન ,લક્ષ્મીજી પૂજન કરતા હોઈ છે ત્યારે અમે છેલ્લા 10 વર્ષથી અમારી રોજી રોટી એવા કેમેરાનું પૂજન કરીએ છીએ અને તેમાં વેરાવળ પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ફોટોગ્રાફર પણ સાથે જોડાય છે એમ આ વિસ્તારના સ્થાનિક ફોટોગ્રાફર કાનાભાઈ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વાર વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે સૌ પ્રથમ સંસદમાં સાષ્ટાંગ પ્રણામ કરી પ્રવેશ કર્યો હતો.એ એટલા માટે કે આપણે જે જગ્યાએ કામ કરવાના છે અને જેનાથી કામ કરવાના છે તેનું પહેલા પૂજન થવું જોઈએ. ફોટોગ્રાફરનું પણ મુખ્ય કામ અન્ય લોકોના શુભ પ્રસંગોનું હોઈ છે જેથી તેમના પ્રસંગોમાં પણ કોઈ વિઘ્ન ન આવે અને આનંદથી પૂરા થાય તેથી અમે અમારા કેમેરા લેન્સ વગેરે જેવી વસ્તુઓનું પૂજન કરીએ છીએ.


