- ડેસરમાં ઝાયણી યોજાઈ
- વર્ષો જૂની પરંપરા
- પેઢી દર પેઢી જીવંત છે ગાથા
છેલ્લા 700 વર્ષથી અવિરત ડેસરમાં બેસતાં વર્ષે ઝાયણી રમવાની પરંપરા યથાવત રહી, આજે સાંજે પાંચ થી સાત દરમિયાન દાદાના મંદિરે ઝાયણી રમાઈ હતી.
વડોદરા જિલ્લાના ડેસર ખાતે ભાથીજી મહારાજ ઉર્ફે મેરા દાદા નું ભવ્ય મંદિર આવેલું છે અત્રે દર બેસતા વર્ષે ઝાયણી રમવાની પરંપરા છેલ્લા 700 વર્ષથી અવીરત ચાલતી આવી છે વંશ પરંપરા મુજબ દર વર્ષે મેરાદાદાનો ગોલ્લો સાત જેટલા હથિયારો સાથે રાખીને યુદ્ધમાં લડતા હોય તે રીતે લડે છે અને રમે છે તે દરમિયાન મંદિરથી ડેસર બજારમાં રીતસર શૂરવીર ભાથીજી મહારાજની સવારી આવે છે.
શ્રદ્ધાળુઓ નજરે નિહાળવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કીડિયારું ઉભરાયું હતું આજે પણ પરમાર વંશજના દાદાનો ગોલ્લો અમરસિંહ પરમારને મેરાદાદાની સવારી આવે છે. આ દરમિયાન વડોદરા જિલ્લા ઉપરાંતના જિલ્લાઓમાંથી પણ માનવ મેદની નજરે નિહાળવા ઉમટી પડે છે.
ડેસર તાલુકાના 53 ગામોમાંથી શ્રદ્ધાળુઓનું કીડિયારુમ ઉભરાયેલું જોવા મળ્યું હતું. વંશ પરંપરા મુજબ દર વર્ષે ઝાયણી રમાય છે. ઉપરાંત અહીંના સ્થાનિકોના પૂર્વજો-વડવાઓ આ જ રીતે સાત હથિયારથી રમતા આવ્યા છે ભાથીજી મહારાજના મંદિર નો વર્ષો જૂનો ઇતિહાસ છે કોઈ ઝેરી જનાવર કરડયું હોય તો દાદાના મંદિરે તેનું ઝેર પલભરમાં ઉતરી જાય છે એવી માન્યતા છે. મેરાદાદાનું વર્ષો જૂનું પાડ્યું અત્રે મોજુદ છે અનેક લોકવાયકા મુજબ ડેસરની ઝાયણી તાલુકામાં અને જિલ્લામાં પ્રખ્યાત છે મોટાભાગે તાલુકામાં ક્યાંય બેસતા વર્ષે ઝાયણી રમવામાં આવતી નથી ઝાયણીની ઉજવણી કરીને દાદાના ગોલલા ને સાત હથીયાર થી રમતા જોઈ શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.


