- દિવેર મઢી નર્મદા નદીમાં 3 કિશોરો લાપતા
- ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે શોધખોળ હાથ ધરી
- શિનોર પોલીસ, શિનોર મામલતદાર ઘટના સ્થળે
વડોદરાના પાદરામાં નદીમાં 3 કિશોર ડુબ્યા છે. જેમાં ભદારી ગામે 6 કિશોર નદીમાં નાહવા પડ્યા હતા. તેમાં દિવેર મઢી નર્મદા નદીમાં 3 કિશોરો લાપતા બન્યા છે. ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે શોધખોળ હાથ ધરી છે. તેમજ શિનોર પોલીસ, શિનોર મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે.
શિનોર વિસ્તારમાં ભાઈબીજના દિવસે એક ચોંકાવનારી ઘટના બની
શિનોર વિસ્તારમાં ભાઈબીજના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિવેર મઢી નર્મદા નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા છે. મળતી માહિતી પ્રમાણે 6 કિશોર નદિમાં પડ્યા હતો. જેમાં ત્રણ પૈકી એક કિશોરની લાશી મળી છે, જ્યારે અન્ય બેની શોધખોળ કરવામાં આવી રહી છે. જે કિશોરની ડેડબોડી મળી છે તેનું નામ અક્ષય રમેશ વસાવા છે. કિશોરો ડૂબવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ અક્ષય રમેશ વસાવા નામના કિશોરની બોડી બહાર કાઢવામાં આવી હતી.
સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગઇ
હાલમાં કિશોરના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છે. હજી અન્ય બેની શોધખોળ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અત્યારે રાજ્યમાં ઠેર ઠેર દિવાળીનો માહો છે, ત્યારે સુરતમાંથી એક અનહોની ઘટના સામે આવી છે, અહીં રામ રાખે તેને કોણ ચાખે કહેવત પુરવાર કરતી ઘટના ઘટી છે, અહીં એક સાત વર્ષના બાળક પર આખેઆખી વૉલ્વો કાર ચઢી ગઇ છતાં પણ બાળક આબાદ રીતે જીવત રહ્યું હતુ. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગઇ છે.


