- આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
- મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મેચ
- શુભમન ગિલે 79 રન બનાવી રિટાર્યડ થયો
વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ભારતના ઓપનર બેટ્સમેન શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયો છે. ગિલ ઘણી સારી બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ ગીલે ખેંચાણના કારણે મેદાન છોડવું પડ્યું હતું. ગિલ મેદાન છોડે તે પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માનો એક અનોખો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ કહી રહ્યા છે કે જો કેપ્ટન રોહિત શર્મા જેવો હોય.
રોહિતે ગિલ માટે દવા મોકલી
જ્યારે શુભમન ગિલ 76 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એવું જોવા મળ્યું હતું કે રોહિત ડ્રેસિંગ રૂમમાં ભારતના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિનને કંઈક સમજાવી રહ્યો હતો. રોહિત શર્મા લાંબા સમય સુધી અશ્વિન સાથે વાત કરે છે, તે દરમિયાન રોહિત શર્મા શું કહી રહ્યો હતો તે ખબર ન હતી. આ પછી, ઓવર પૂરી થતાં જ રવિચંદ્રન અશ્વિન પોતાની સાથે પાણીની બોટલ અને દવા લઈને મેદાનમાં પહોંચે છે.અશ્વિને પોતે ગીલને દવા ખવડાવી અને પાણી પીવડાવ્યું. તે સ્પષ્ટ છે કે ગિલ લાંબા સમયથી રમવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો, તેથી રોહિતે અશ્વિન સાથે વાત કરી અને ગિલ માટે દવા મોકલી હતી.
ગિલે વિસ્ફોટક ઇનિંગ રમી હતી
રોહિતની આ ઉદારતા જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે. ફેન્સ કહે છે કે રોહિત શર્મા જેવો કેપ્ટન હોવો જોઈએ. જોકે, જ્યારે ગિલ 79ના વ્યક્તિગત સ્કોર પર પહોંચ્યો ત્યારે તેની પીડા વધી ગઈ હતી. આ પછી ગિલને મેદાન છોડવું પડ્યું હતું. ગિલે 65 બોલમાં 79 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા પણ સામેલ હતા.


