- અમદાવાદની હોટલના ભાડા રૂ.50 હજારથી 1 લાખને પાર
- કેટલીક હોટેલના એક રૂમનું એક રાત્રીનુ ભાડુ 1 લાખને પાર
- 4થી 5 હજારનું ભાડુ ધરાવતા રૂમનો ભાવ રૂ.50 હજારને પાર
કિક્રેટ વર્લ્ડ કપ ફાઇનલમાં હજી ટીમ ઈન્ડિયા પહોંચી છે આ સાથે જ અમદાવાદમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડશે. આ સાથે જ હોટલ ઉદ્યોગ પર અસર જોવા મળી રહી છે. જ્યાંઅમદાવાદની હોટલના ભાડા થયા 50 હજારને પાર પહોંચ્યા છે. તો કેટલીક હોટેલના એક રૂમનું એક રાત્રીનુ ભાડુ એક લાખને પાર પહોંચ્યું છે.
19 નવેમ્બરના ટીમ ઈન્ડિયા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમવા જઈ રહ્યું છે. આ માટે ટીમ ઈન્ડિયા પહેલે જ હોટ ફેવરિટ છે. ત્યારે અમદાવાદમાં મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો પહોંચી શકે છે. આ માટે ઘણી સામાન્ય રીતે 4 થી 5 હજારનું ભાડુ ધરાવતા રૂમનો સામાન્ય ભાવ 50 હજારને પાર પહોંચી ગયા છે.
તેમજ અમદાવાદની ઘણી વૈભવી હોટલોએ 18 નવેમ્બરનું બુકીંગ લેવાનું બંધ કર્યું છે. અગાઉ જે લકઝરી હોટલના રૂમના ભાવા 18 થી 19 હજાર હતા તેના ભાડા વધીને સીધા 50 હજારથી 77 હજાર અને 1 લાખ સુધી પહોંચી ગયા છે. અમદાવાદમાં થ્રી સ્ટાર અને ફાઇવ સ્ટારના 10 હજારથી વધારે રૂમ છે ત્યારે આ પ્રકારની ડિમાન્ડ ભારત પાકિસ્તાન મેચ વખતે પણ જોવા મળી હતી.
એરપોર્ટ પર ભારેભીડ અને ભાવ વધારો
હોટલમાં રોકનારી સંખ્યા સાથે સાથે એરલાઈન્સના ભાડા પણ વધ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. મુંબઇ થી અમદવાદ વચ્ચે એર ફેર 28000 થી લઈ અલગ અલગ ફ્લાઈટ કંપનીઓમાં ભાડા 30 હજાર સુધી પહોંચ્યા છે. નોંધનીય છે કે, સામાન્ય દિવસમા મુંબઇ અમદાવાદ એર ફેર 3000 ની આસપાસ રહેતું હોય છે.
નોંધનીય છેકે, મેચ જોવા માટે મોટી સંખ્યામાં VIP થી VVIP આવી શકે છે. આ માટે અમદાવાદ એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી શકે છે. તેમજ ઘણાં પ્રાઈવેટ જેટથી લઈ વિવિધ ફ્લાઈટ અમદાવાદ આવી શકે છે. જેના માટે અગાઉ જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગાઇડલાઈન આપવામાં આવી છે.


