- 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે ફાઈનલ
- ભારતે ફાઈનલમાં બનાવી લીધી છે જગ્યા
- અમદાવાદમાં હોટેલોના ભાડામાં તોતિંગ વધારો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ યોજાવાની છે. આ ફાઈનલમાં ભારતે જગ્યા બનાવી લીધી છે. ત્યારે આ હાલ વર્લ્ડ કપ ફાઈનલ અગાઉ લઈને અમદાવાદનો હોટલ ઉદ્યોગ તેજીમાં આવી ગયો છે. એટલું જ નહીં ફાઈનલ મેચને કારણે અમદાવાદ આવતી ફ્લાઈટના ટિકિટોમાં પણ ધરખમ વધારો થયો છે.
આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચને લઈને હોટેલ ઉદ્યોગને જાણે કમાવાની મૌસમ ખીલી ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાનારી ફાઈનલ મેચને લઈને શહેરની કેટલીક જાણીતી હોટેલોએ તેમના ભાડામાં તોતિંગ વધારો કર્યો છે. સામાન્ય દિવસોમાં જે હોટેલના રૂમનુ એક રાતનુ ભાડુ 5 હજાર રૂપિયા હતુ તેના હાલ 50 હજાર રૂપિયા કરી દેવાયા છે. એટલુ જ નહીં કેટલીક હોટેલનો રેટ તો 1 લાખ રૂપિયા થયો છે. અત્યારથી મોટાભાગની હોટેલોના બુકિંગ ફુલ થયા છે અને કેટલીક વૈભવી હોટેલોએ તો 18 નવેમ્બરનું બુકિંગ લેવાનુ જ બંધ કરી દીધુ છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં 5 થી 7 ગણો વધારો થયો છે. જે ફ્લાઈટનું ઍરફેર 5000 રૂપિયા હતુ તેના હાલ 25000 રૂપિયા થયા છે. બીજી તરફ અમદાવાદની કેટલીક હોટેલોએ પણ વર્લ્ડકપને લઈને ભાડામાં ધરખમ વધારો કર્યો છે જેમા કેટલીક હોટેલનું એક રાતનું ભાડુ એક લાખ રૂપિયા થયુ છે.
જાણીને નવાઈ લાગશે પણ અમદાવાદમાં એવી પણ કેટલીક હોટલો છે જેમાં એક રાત રોકાવવાનું એક રૂમનું ભાડું એક લાખ રૂપિયા કરતા પણ વધારે છે. વર્લ્ડ કપ ફાઈનલના કારણે આવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હાલની માહિતી પ્રમાણે જોઈએ તો અમદાવાદની હોટલના રૂમના ભાડા કંઈક આ પ્રમાણે ચાલી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અમદાવાદની નામાંકિત હોટેલની વાત કરીએ તો આઇટીસી વેલકમનું એક રૂમનો એક રાત્રિનો રેટે એક લાખ રૂપિયા છે. હોટેલ વિવાન્તાનું એક રાતનુ ભાડુ 90 હજાર રૂપિયા કરાયુ છે. કોર્ટયાર્ડ મેરિયોટના 60 હજાર રૂપિયા જ્યારે રેનિસન્સના 55000 રૂપિયા અને હિલ્લોકના 63000 રૂપિયા એક રાતનું ભાડુ છે. હાલ શહેરની ફાઈવ સ્ટાર અને થ્રી સ્ટાર હોટેલના મળીને 10 હજારથી વધુ રૂમ છે. જેમાંથી મોટાભાગના બુક થઈ ચુક્યા છે.
મોંઘી હોટેલોના રૂમ ભાડા
- ITC વેલકમ – 1 લાખ રુપિયા
- હોટેલ વિવાન્તા – 90000 રૂપિયા
- કોટયાર્ડ મેરીયોટ – 60000 રૂપિયા
- હોટેલ રેનીસન્સ – 55000
- હોટેલ હિલ્લોક – 63000
આ ઉપરાંત વર્લ્ડકપ ફાઇનલને પગલે સીંગલ એર ફેર ચારથી પાંચ ગણું વધ્યું છે. 18 નવેમ્બર અમદાવાદ આવતી કેટલીક ફ્લાઇટની જુજ ટીકીટો જ ઉપલબ્ધ રહી છે. 19 તારીખની અમદાવાદ આવતી તમામ ફ્લાઇટની ટીકીટ લગભગ વેચાઇ ગઇ છે. 3500થી 5000 ના દરની ટિકીટના ભાવ 25 થી 30 હજાર સુધી પહોંચ્યા છે. દિલ્હી અમદાવાદનો સીંગલ એરફેરનો સામાન્ય ભાવ 3500 રૂપિયા છે. જો કે 18 તારીખ પ્રમાણે વધીને 23 હજાર સુધી પહોંચ્યો છે. મુંબઈથી અમદાવાદનું સીંગલ એરફેર 3500 થી વધીને 28000 અને કોલકત્તાથી અમદાવાદ સીંગલ એરફેર 7000થી વધીને 36000 તેમજ ચેન્નઈથી અમદાવાદનું હવાઈ ભાડું 5000 થી વધીને 24 હજાર રૂપિયા થઈ ચૂક્યું છે.


