- એર કન્ડિશનર બંધ થતા ફેલાઈ દુર્ગંધ
- સિવિલમાં લાગેલા ACના મેન્ટેન્સનો અભાવ
- પોસ્ટ મોર્ટમ રૂમ બહાર લોકો મોઢા ઢાકી ઉભા રહેવા મજબૂર
સુરતના નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર વેકેશન મોડમાં છે. ત્યાં વિવિધ વિભાગોમાં બેદરકારી સામે આવતી રહેતી હોય છે. આ વચ્ચે હવે નવા વિવાદમાં પોસ્ટ મોર્ટમ રૂમના AC બગડ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં AC ના મેન્ટેન્સનો અભાવ જોવા મળ્યો છે.
છેલ્લા ઘણાં સમયથી સુરત સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ કારણે વિવાદમાં આવી રહ્યું છે. જેમાં સિવિલમાં લાગેલા ACના મેન્ટેન્સનો અભાવ જોવા મળ્યો છે. આ વચ્ચે પોસ્ટ મોર્ટમ રૂમમાં એર કન્ડિશનર બંધ થતા દુર્ગંધ ફેલાઈ છે. જેના કારણે લોકો બહાર ઊભા રહી પણ શકી શકતા નથી.
એટલું જ નહીં પોસ્ટ મોર્ટમ રૂમ બહાર લોકો મોઢા ધાખી ઉભા રહેવા મજબૂર બન્યા છે. સિવિલ હોસ્પિટલના લાગેલા A.C ના મેન્ટેન્સ નો અભાવ જોવા મળી રહ્યો છે.
આ અગાઉ નવી સિવિલ હોસ્પિટલમાં બે જૂથના લોકો આમને સામને આવી જતા હોબાળો મચી ગયો હતો. આ બબાલ અડાજણમાં વાહનને ઓવરટેક કરવા જતા યુવકને થયેલી ઈજા બાદ સર્જાયો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં જેની સાથે અન્ય વાહનચાલકની ઈજાગ્રસ્ત યુવકના લોકો વચ્ચે ઘર્ષણ અને બોલાચાલી સર્જાય હતી.


