- 19 નવેમ્બરના ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે
- આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રમાશે
- આ મેચ પીએમ મોદી સહિતના દિગ્ગજો રહેશે હાજર
ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ રોમાંચક મેગા મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અમદાવાદ પહોંચશે. તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ પહેલા ભારતીય વાયુસેના 10 મિનિટ માટે મેદાન પર એર શો કરશે.
ફાઈનલ પહેલા વાયુસેના કરશે એર શો
વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સામસામે ટકરાશે. તમને જણાવી દઈએ કે, ફાઈનલ મેચ માટે ખાસ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાની ‘સૂર્ય કિરણ એરોબેટિક ટીમ’ મેચ પહેલા પોતાનો એર શો રજૂ કરશે. આ માહિતી સંરક્ષણ વિભાગના ગુજરાતના જનસંપર્ક અધિકારી દ્વારા શેર કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ ટીમ લગભગ 10 મિનિટ સુધી તેનો એર શો કરશે.
PM મોદી ફાઈનલ મેચ જોવા આવી શકે છે
ફાઈનલ મેચને લઈને બીજી માહિતી સામે આવી રહી છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે પીએમ મોદી પણ આવી શકે છે. પીએમ મોદી ઉપરાંત 2011 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ પણ ફાઈનલ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી શકે છે. આ સિવાય ભારતીય ખેલાડીઓના પરિવારના સભ્યો પણ સ્ટેડિયમમાં હાજર રહી શકશે. આ મેચ જોવા માટે BCCI અને ICCના મોટા અધિકારીઓ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે.
ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે
તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા 20 વર્ષ પછી વર્લ્ડ કપ ફાઇનલમાં ટકરાશે. આ પહેલા આ બંને ટીમો 2003 ODI વર્લ્ડ કપમાં સામસામે આવી ચુકી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. હવે રોહિત શર્માની સુકાની ભારતીય ટીમ પાસે એ હારનો બદલો લેવાની સુવર્ણ તક છે.
તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ વખતે ફરી ટીમ ઈન્ડિયાને ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાએ ચોથી વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યારે ટીમ ઈન્ડિયા બે વખત આ ખિતાબ જીતી ચૂકી છે.


