- ધ્રાંગધ્રા શહેર સ્થિત શ્રીજી હોસ્પિટલે ગંભીર રિપોર્ટ આપતા દર્દીને શંકા ગઇ હતી
- સ્થાનિક લેબ.માં RA ટેસ્ટ 50.413 અને તુરંત અમદાવાદ લેબમાં ટેસ્ટ કરાવતા 8.6 RAનો રિપોર્ટ આવ્યો !
- દર્દીને ગંભીર રિપોર્ટ આપી મોટા બિલ બનાવતા હોવાની ફરિયાદ
ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલમાં લોહીના વાનો ગંભીર રીપોર્ટ આવ્યા બાદ દર્દીને શંકા જતા અમદાવાદ શહેર ખાતે તુરત જ રીપોર્ટ કરાવતા તદ્ન નોર્મલ આવતા દર્દીએ ધ્રાંગધ્રાની લેબ.ના રીપોર્ટ સામે શંકા વ્યકત કરી તપાસની માંગ કરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રાની શ્રીજી મલ્ટી હોસ્પીટલ અનેક વખત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. તેમજ વધારે બીલો બનાવતા હોવાની ફરીયાદો પણ ઉઠતી રહે છે. ત્યારે તાજેતરમાં ધ્રાંગધ્રા વિસ્તારના રતનસિંહે શ્રીજી હોસ્પીટલમાં આર.એ.ટેસ્ટ(લોહીનો વા) રીપોર્ટ કરાવતા 50.413 રીપોર્ટ આપી વધારે તકલીફ હોવાનું જણાવ્યુ હતુ.પરંતુ દર્દી જાતે કાર ચલાવી આવ્યો હોય શ્રીજી હોસ્પીટલના રીપોર્ટની શંકા જતા તાત્કાલીક રાત્રે જ અમદાવાદની સ્ટલીંર્ગ હોસ્પીટલમાં જઇ રીપોર્ટ કરાવતા આર.એ.ટેસ્ટ માત્ર 8.6 જ આવ્યો હતો અને ડોકટરે એકદમ નોર્મલ હોવાનું જણાવ્યુ હતુ. આમ રીપોર્ટમાં મોટી ભૂલ થઇ હોવાનું સામે આવતા તેઓએ પોતાનો અમદાવાદ જઇ રીપોર્ટ કરાવતા રીપોર્ટમાં મોટો તફાવત આવતા શ્રીજી હોસ્પિટલના લેબ રીપોર્ટ સામે શંકા વ્યકત કરી યોગ્ય તપાસની માંગ કરી છે.
દર્દીને ગંભીર રિપોર્ટ આપી મોટા બિલ બનાવતા હોવાની ફરિયાદ
શ્રીજી હોસ્પિટલમાં ગામડાના દર્દીઓને આવા ગંભીર બિમારીના રીપોર્ટ આપી લાંબી સારવાર અને દવાઓ આપી મોટા બીલો બનાવી દર્દીઓ પાસેથી રૂપીયા પડાવતા હોવાની ફરીયાદ ઉઠી હતી ત્યારે એક જ દિવસના બે લેબના અલગ અલગ રીપોર્ટે ભાંડો ફોડી નાખ્યો છે.


