- કાંસકો કે લિપસ્ટીક જેવી વસ્તુઓ ન લઈ જઈ શકાશે
- માત્ર પર્સ અને મોબાઈલ ફોન જ લઈ જવાશે
- પોસ્ટર અને ઝંડાનું પણ પોલીસ ચેકિંગ કરશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મહાજંગને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે તંત્રએ પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં સવારના 10 વાગ્યાથી જ લોકોને પ્રવેશ આપવાનું શરૂ કરી દેવાશે અને સ્ટેડિયમમાં પ્રવેશતા સમયે દર્શકોને પર્સ અને મોબાઈલ ફોન સિવાયની કોઈપણ જાતની વસ્તુઓ લઈ જવા દેવામાં આવશે નહીં.
જો તમે પણ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી રહ્યા છો. જો સુરક્ષાની વ્યવસ્થા માટે તંત્રએ કેટલીક તૈયારીઓના પગલાં લીધા છે. જેમાં સ્ટેડિયમમાં સવારના 10 વાગ્યાથી જ લોકોને પ્રવેશ આપવાનું શરૂ કરી દેવાશે અને સ્ટેડિયમમાં પ્રવેશતા સમયે દર્શકોને પર્સ અને મોબાઈલ ફોન સિવાયની કોઈપણ જાતની વસ્તુઓ લઈ જવા દેવામાં આવશે નહીં.
આ ઉપરાંત મહિલાદર્શકને સ્ટેડિયમમાં એક નાની એવી લિપસ્ટીક તો સાથે પુરુષોને કાંસકો પણ નહીં લઈ જવા દેવામાં આવે છે. તેમજ ખેલાડીને સપોર્ટ કરવા બેનર, ઝંડા, પોસ્ટર લઈ જઈ શકશો પરંતુ, ઝંડો લગાવવાની સ્ટિક કે અન્ય વસ્તુ નહીં લઈ જઈ શકાશે.
આ સાથે જ મેચ માટે પ્રવેશ દરમિયાન તમામ દર્શકોનું સ્કેનિંગ તેમજ સુરક્ષા જવાનો દ્વારા ચેકિંગ કરવામાં આવશે. જેમાં દર્શકોને માત્ર મોબાઈલ અને નાના પર્સ સાથે જ સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ પાણીની બોટલથી લઈને ખાવાની ચીજવસ્તુઓ પણ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત માવા-સિગારેટ જેવી કોઈપણ વ્યસનની ચીજવસ્તુઓ સાથે પણ દર્શક સ્ટેડિયમમાં પ્રવેશી શકશે નહીં.
10 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે
આજે સવારના 10 વાગ્યાથી લોકોને ધીમે-ધીમે સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેડિયમની અંદર અને બહાર ગોઠવવામાં આવ્યો છે. કડક બંદોબસ્ત વચ્ચેથી સ્ટેડિયમમાં જે પણ લોકો મેચ જોવા માટે આવી રહ્યા છે, તેઓને માત્ર પર્સ, મોબાઈલ અને ચાવી આટલી જ ચીજવસ્તુઓ લઈને પ્રવેશ આપવામાં આવશે.
તેમજ મેચને લઈને સ્ટેડિયમની અંદર 6 હજારથી વધુ પોલીસ ખડેપગે રહેશે. તે માટે એડિશનલ કમિશનરથી લઈને છેક હોમગાર્ડ સુધીનું આખું સુરક્ષા લેયર ગોઠવી દેવામાં આવ્યું છે. મેટ્રો સ્ટેશનથી લઈને ગ્રાઉન્ડની ખુરશી સુધી દર્શકો પહોંચે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ચૂક ન રહે તે માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ખાસ VVIP તેમજ વિદેશી નાગરિકો માટે પણ સુરક્ષા વ્યવસ્થા માટે સૂચના આપી દેવામાં આવ્યું છે.


