- શહેરાના ડોકવા ગામે કાર્યક્રમ
- વિધાનસભા ઉપાધ્યક્ષની હાજરીમાં યોજાયો પ્રોગ્રામ
- દીપ પ્રાગટ્ય સાથે થઈ કાર્યક્રમની શરૂઆત
શહેરા તાલુકાના ડોકવા ગામ ખાતે ભાજપનું નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં રાખવામા આવ્યું હતું. કોંગ્રેસ પક્ષના રાજેન્દ્રસિંહ સોલંકી સહિતના 50 કરતા વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈને ધારાસભ્યના હસ્તે કેસરિયો ખેસ પહેર્યો હતો.
પંચમહાલમાં શહેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોકવા ગામ ખાતે નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ,જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, પ્રભારી પરેશભાઈ ચૌહાણ તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક , જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બારીયા , ભારતી બેન પટેલ, નગરપાલિકા પ્રમુખ રચના બેન શાહ, પર્વતસિંહ ચૌહાણ, રાકેશ ચૌહાણ સહિત ભાજપ અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિધાનસભા મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા હતા. ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગુલાબના ફૂલોનો હાર પહેરાવીને , સાલ ઓઢાડી, તલવાર આપીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસમાં ગયેલા રાજેન્દ્રસિંહ સોલંકી સહિતના કાર્યકર્તાઓ પાછા ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસ પક્ષના રાજેન્દ્રસિંહ સોલંકી સહિતના 50 કરતા વધુ કાર્યકરોએ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં જોડાતા આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડયુ હોય એમ કહીએ તો નવાઈ નહી, તાલુકા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં વિધાનસભાના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેતા કાર્યક્રમની સફળતા મળવા સાથે એકબીજાને ગળે મળીને નવું વર્ષ શુભદાયી નીવડે એવી શુભકામનાઓ પાઠવતા નજરે પડી રહ્યા હતા.


