- ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું
- PM મોદીએ ડ્રેસિંગરૂમમાં જઇને ટીમનો જુસ્સો વધાર્યો
- PM મોદીએ શમીને ગળે લગાવીને આપી સાત્વના
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 6 વિકેટે હરાવીને જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત ચેમ્પિયન બની છે, જ્યારે ભારતનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ઉપરાંત, ભારત દ્વારા યોજાયેલ ICC ODI વર્લ્ડ કપ 2023, ખૂબ જ નિરાશા સાથે સમાપ્ત થયો છે.ફાઈનલ મેચમાં હાર બાદ જ્યારે તમામ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા તો તેઓ પોતાના પર કાબૂ ન રાખી શક્યા અને રડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગરૂમમાં જઇને ભારતીય ટીમનો જુસ્સો વધાર્યો હતો.વડાપ્રધાન મોદી જ્યારે ડ્રેસિંગ રૂમમાં મળ્યા ત્યારે ભાવુક મોહમ્મદ શમીને ગળે લગાવ્યો હતો
ફાઈનલમાં હાર્યા બાદ શામીનું ટ્વીટ
X પર એક તસવીર પોસ્ટ કરતા મોહમ્મદ શમીએ લખ્યું, “દુર્ભાગ્યવશ ગઈકાલનો દિવસ અમારો ન હતો. હું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા બદલ તમામ ભારતીયોનો આભાર માનું છું. ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવી અને અમારો જુસ્સો વધારવા માટે PM મોદીનો આભાર. અમે પાછા બાઉન્સ કરીશું!
રવિન્દ્ર જાડેજાએ PM મોદીનો આભાર માન્યો
PM મોદીએ ખેલાડીઓને કહ્યું કે, વર્લ્ડકપ દરમિયાન તમારી પ્રતિભા અને દૃઢ નિશ્ચય અદ્ભુત હતો. તમે ખૂબ જ ભાવના સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું છે. અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ કહ્યું, ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદીની ડ્રેસિંગ રૂમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરક હતી.
ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર
ભારતના કરોડો ક્રિકેટ ફેન્સ 12 વર્ષ પછી ભારતીય ટીમને વર્લ્ડકપ જીતવાની આશા હતી ટુર્નામેન્ટમાં 10 મેચો સુધી અજેય રહેલી ટીમ ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા ટ્રેવિસ હેડના જોરદાર 137 રનની મદદથી લક્ષ્યનો પીછો કરવામાં સફળ રહી હતી.


