- હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર રજૂ કરી વિગતો
- ફેક એકાઉન્ટ બનાવનાર વ્યક્તિ સામે દાખલ થશે ગુનો
- અગાઉ પણ ગાંધીનગરમાં નોંધાઈ ચુકી છે ફરિયાદ
હાલમાં ઘણાં લોકોના સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બની રહ્યા છે. જેમાં વરિષ્ઠ અધિકારીઓ પણ હવે બસી નથી શક્યા. રાજ્યના જાણીતાં IPS અધિકારી હસમુખ પટેલનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું કે, મારા ફોટા વાળું બનાવટી ફેસબુક એકાઉન્ટ ધ્યાનમાં આવ્યું છે.
છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર લોકોના ફેક એકાઉન્ટ બનાવીને પૈસાનો તોડ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેમાં IPS અધિકારી હસમુખ પટેલ પણ તેનો શિકાર બન્યા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, મારા ફોટા વાળું બનાવટી ફેસબુક એકાઉન્ટ ધ્યાનમાં આવ્યું છે. જેના દ્વારા મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે જે અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં.
નોંધનીય છે કે અગાઉ સપ્ટેમ્બર, 2023માં પણ આઈપીએસ હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતું. આ દરમિયાન તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું હતું કે, મારું બનાવટી ફેસબુક એકાઉન્ટ શરૂ કરનાર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


