- અમદાવાદમાં 18.3 ડિગ્રી , ડીસામાં 16.4 ડિગ્રી તાપમાન
- રાજ્યના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે
- આગામી 4 દિવસ બાદ વાતાવરણ ખુલ્લું થશે
રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જેમાં 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. તેમજ અમદાવાદમાં 18.3 ડિગ્રી, ડીસામાં 16.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ગાંધીનગરમાં 18.0 ડિગ્રી, વડોદરામાં 17.4 ડિગ્રી સાથે ભુજ અને રાજકોટમાં 15.4 ડિગ્રી, અમરેલીમાં 17.2 ડિગ્રી તાપમાન છે.
પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 17.4 ડિગ્રી તાપમાન
પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 17.4 ડિગ્રી તાપમાન છે. તેમજ આવનારા દિવસોમાં હજુ તાપમાન ઘટવાની આગાહી છે. 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે. પરંતુ રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પંચમહાલના દાહોદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 4 દિવસ બાદ વાતાવરણ ખુલ્લું થતાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે.
રાજ્યના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે
રાજ્યના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ રાજ્યમાં ચોમેર જોવા મળેલા માવઠા બાદ હવે ઠંડીએ જોર પકડતાં ઠંડી પણ વધી છે. સાથે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હાલ માવઠાને કારણે દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.


