- વહેલી સવારે કેટલાક વિસ્તારમાં ધીમો વરસાદ
- અમદાવાદમાં આજે વરસાદ થાય તેવી શક્યતાઓ
- શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ
રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં આજે સવારે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જ્યાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી છાંટા પણ જોવા મળ્યા છે.
આજે વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારમાં થયો ધીમો વરસાદ જોવા મળ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ વાદળછાયુ વાતાવરણ રહેવાના કારણે અમદાવાદમાં આજે વરસાદ થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. સમગ્ર અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યો છે.
આ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં હવામાન વિભાગ દ્વારા પણ કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે રાજ્યમાં વડોદરા, ભરૂચ, નર્મદામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.
તાપમાનમાં જોવા મળ્યો ફેરફાર
જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધાવાના કારણે તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. જેમાં લઘુત્તમ તાપમાનમાં ભૂજ 16 ડિગ્રી, નલિયા 12 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. તો અમરેલી અને પોરબંદરમાં 17 ડિગ્રી તાપમાન જ્યારે રાજકોટમાં 15 અને કેશોદમાં 16 ડિગ્રી તો ડીસામાં 17 અને ગાંધીનગર, અમદાવાદમાં 20 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે.


