- મલેશિયાનું કનેક્શન, છ આરોપી વોન્ટેડ : કુલ છ આરોપીની ધરપકડ
- કેસમાં આગામી સમયમાંઅનેક બેન્કકર્મીઓની સંડોવણી સામે આવી શકે છે
- આ મામલે એટીએસે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી
દેશભરમાં લોકો સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યા છે. ત્યારે સાયબર ગઠિયાઓ રૂપિયા ખંખેરવા અવનવા કિમિયા અજમાવતા હોય છે. જેમાં ગઠિયાઓ મલેશિયના ગઠિયાઓ ગુજરાતમાં આવીને તેના મળતીયાઓ સાથે મળીને ગરીબવર્ગના લોકોને રૂપિયાની લાલચ આપી તેમના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવે છે. બાદમાં આ ખાતામાં ગરીબની જાણ બહાર લાખો કરોડોના ટ્રાન્ઝેક્શનો કરાવી લે છે. બાદમાં પરત મલેશિયા જતા રહ્યા છે. જેમાં આરોપીઓ ગેમિંગના અને બ્લેકના રૂપિયા બીટકોઇન, ક્રિપ્ટો કરન્સી જેવા માધ્યમો દ્વારા કન્વર્ટ કરીને વિદેશમાં તેમના બેન્ક એકાઉન્ટમાં મેળવી લે છે. ત્યારે થોડા સમય અગાઉ આ મામલે એટીએસે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં પોલીસે રાજકોટ અને જૂનાગઢમાંથી બે બેન્કકર્મી સહિત છ આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. જેમાં મલેશિયા કનેક્શન સામે આવતા પોલીસે મલેશિયાના છ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. ત્યારે આ કેસમાં આગામી સમયમાં અનેક નવા ખુલાસા સામે આવી શકે છે.
દેશમાં સાયબર ગઠિયાઓ ગેમિંગ અને બ્લેકના રૂપિયા બેન્કમાં નખાવવા માટે બેન્ક એકાઉન્ટો ભાડે લેવાનો મોટો વેપલો કરે છે. ત્યારે આ અંગે એટીએસે થોડા સમય અગાઉ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં હવે પોલીસે રાજકોટ અને જૂનાગઢમાંથી બે બેન્કકર્મી સહિત છ લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યા હતા. ત્યારે આ કેસમાં મલેશિયા કનેક્શન સામે આવતા પોલીસે મલેશિયામાં રહેતા છ લોકોની સંડોવણી સામે આવતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. ત્યારે આરોપીઓ મલેશિયાથી ફ્લાઇટમાં આવીને ગુજરાતમાં તેમના સાગરીતોને મળીને એક બેન્ક એકાઉન્ટ પ્રોવાઇડ કરવાના રૂ. 3 થી 4 લાખ આપીને ગરીબોને રૂપિયાની લાલચ આપીને બેન્ક એકાઉન્ટો ખોલાવીને તેમની જાણ બહાર કરોડો લાખો રૂપિયાના ટ્રાન્જેક્શનો કરી લેતા હોય છે. જ્યારે બંને બેન્ક કર્મીઓ પૈકી એક સિનિયર મેનેજર છે અને એક સેલ્સ વિભાગનો છે. ત્યારે મહત્વનું છે કે આરોપીઓ ભેગા મળીને ગરીબવર્ગને ટાર્ગેટ કરતા હતા. તેમજ એક એકાઉન્ટના તેમણે રૂ. 20 થી 25 હજાર આપતા હતા. જ્યારે આ કેસમાં આગામી સમયમાંઅનેક બેન્કકર્મીઓની સંડોવણી સામે આવી શકે છે અને અનેક ખુલાસા સામે આવી શકે છે.


