- સાવલી પાસેના ઘંટિયાડની ઘટના
- શંકાસ્પદ દવાનો જથ્થો ઝડપાયો
- પોલીસે વધુની તપાસ શરૂ કરી
વડોદરા જિલ્લાના સાવલી પાસેના ઘંટિયાડ ગામે એક અજીબ ઘટના સામે આવી છે અહીં સસ્તા અનાજની દુકાનમાંથી શંકાસ્પદ દવાનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. માહિતી પ્રમાણે અહીં દવાના કુલ 60થી વધુ બોક્સ મળી આવ્યા છે.
આ ઘટનાની વિશેષ માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના સાવલી પાસેના ઘંટીયાડ ગામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં સસ્તા અનાજની દુકાનમાંથી પોલીસ ટીમને શંકાસ્પદ દવાનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે જાણકારી મળ્યા બાદ તુરંત પોલીસે તપાસ પણ હાથ ધરી હતી અને જે કંપનીની શંકાસ્પદ દવાનો જથ્થો ઝડપાયો છે તેના અધિકૃત વ્યક્તિને બોલાવી વેરીફાઈ કરવાની તજવીજ શરૂ કરાઈ હતી.
આ મામલે વધુ જાણકારી પ્રમાણે સસ્તા અનાજની દુકાનમાંથી એમિકો નામની દવાના 60થી વધુ બોક્સ મળી આવ્યા હતા. આ મામલે ખુદ જિલ્લા પોલીસ વડાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. સાવલી પોલીસની ટીમોએ આ દવાના વેરીફિકેશન માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લઈને ચોક્કસ વિગતો મેળવવા માટે પણ પ્રયાસો હાથ ધર્યા હતા. જેથી હાલ આ મામલે પોલીસ તપાસ શરૂ છે અને તેને લગતી વધુની જાણકારી પોલીસ તપાસ પછી જ સામે આવી શકે તેમ છે.
આ ઉપરાંત એક અન્ય વાત એ પણ છે કે પોલીસ ટીમે તપાસમાં જે કંપનીની દવાનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે તેના અધિકૃત વ્યક્તિને બોલાવી વેરિફિકેશન માટેની પ્રક્રિયા પણ હાથ ધરી દેવામાં આવી છે. એમિકો દવાને લઈને તંત્ર દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.


