- ઠંડી વધવાની સાથે લોકો બન્યા ફિટનેસ કોન્શિયસ
- જિમમાં કસરત કરી ઠંડી ઉડાડવાનો પ્રયાસ
- ભુજમાં તાપમાન 15 ડિગ્રી, કંડલા 14 ડિગ્રી તાપમાન
રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. જેમાં 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે. ઠંડી વધવાની સાથે લોકો ફિટનેસ કોન્શિયસ બન્યા છે. લોકો જિમમાં કસરત કરી ઠંડી ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ભુજમાં તાપમાન 15 ડિગ્રી તાપમાન સાથે કંડલામાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે.
રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 17 ડિગ્રી પહોંચ્યુ
અમરેલી અને ભાવનગરમાં 18 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 17 ડિગ્રી પહોંચ્યુ છે. અમદાવાદમાં 18, ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન સાથે ડિસામાં તાપમાન 15 ડિગ્રી, કેશોદમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરમાં ઘટાડો થતા જ હવે રાજ્યમાં ધીમે-ધીમે ઠંડી જોર પકડી રહી છે. છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. માવઠા બાદ ગુજરાત ઠંડુગાર બન્યું છે.
ધીમે-ધીમે ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી
આવનારા દિવસોમાં ધીમે-ધીમે ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ચાર દિવસ હજુ પણ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાશે. જેના કારણે તાપમાનનો પારો હજુ પણ ગગડશે. ઠંડીનો ચમકારો વર્તાતા લોકોએ ગરમ વસ્ત્રનો સહારો લેવો પડ્યો હતો. તાપમાન સામાન્ય ડિગ્રીથી વધુ ઘટતા ડિસેમ્બરના અંતમાં તો હાડ થિજાવતી ઠંડી પડવાના અણસાર છે.


