- કેમિકલ લીકેજ થયા બાદ સ્પાર્કના કારણે ધડાકો થયો હતો
- સુરત જિલ્લા કલેક્ટર દ્વારા નિયક્ત તપાસ સમિતિનું તારણ
- પ્રચંડ ધડાકાને પગલે કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી હતી
સુરતમાં એથર કંપનીમાં બ્લાસ્ટનો મામલે હજી પણ નવો વિવાદ સામે આવી રહ્યો છે. જેમાંકંપનીમાં થયેલા બ્લાસ્ટમાં એક યુવાન લાપતા છે. જેમાં નવસારીના ચીજ ગામનો યુવક એક અઠવાડિયાથી લાપતા હોવાની વિગતો સામે આવી રહી છે. કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ યુવક ઘરે આવ્યો નથી.
આ અંગેની માહિતી અનુસાર, એથર કંપનીમાં બનેલી ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. જેમાં હજી પણ એક યુવક લાપતાં છે. જ્યારે દિવ્યેશ નરસિંહભાઈ પટેલ નામનો યુવક કંપનીમાં બ્લાસ્ટ બાદથી ગાયબ છે. યુવક ઘરે નહીં આવતા પરિવારજનોને ચિંતા થઈ રહી છે.
બ્લાસ્ટના દિવસે દિવ્યેશની સેકન્ડ શિફ્ટ હતી. પરંતુ રિલિવર ન આવતાં નાઈટ શિફ્ટમાં રોકાઈ ગયો હતો. આ પછી જ્યારથી બ્લાસ્ટના સમાચાર મળ્યા છે ત્યારથી પરિવાર તેની શોધ કરી રહ્યું છે. તેમજ પરિવારના સભ્યો છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલના ચક્કરો કાપી રહ્યા છે. તેમજ યુવકના બે વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા.
જ્યાં બીજી તરફ કેમિકલની ટાંકીમાંથી કેમિકલ લીકેજ થયો હતો તેની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં કેમિકલ લીકેજ થયા બાદ સ્પાર્કના કારણે ધડાકો થયો હતો. જેમાં સુરત જિલ્લા કલેક્ટર દ્વારા નિયક્ત તપાસ સમિતિનું તારણ આવ્યું છે. પ્રચંડ ધડાકાને પગલે કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી હતી. રિપોર્ટ સબમિટ થયા બાદ પોલીસ ફરિયાદનો નિર્ણય લેશે.


