- શાકભાજીના વધતા ભાવથી સામાન્ય માણસના ખિસ્સા પર નકારાત્મક અસર
- RBIની નાણાકીય સમિતિની બેઠક
- મોંઘવારીને જોતા વ્યાજદરમાં ઘટાડો કરાયો
દેશમાં શાકભાજીના ભાવ વધી રહ્યાં છે. સામાન્ય જનતા આનાથી હેરાન થઇ રહી છે. આ વચ્ચે કોલકાતામાં લસણની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઇ છે જ્યારે આદુની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. આદુ અને લસણના આસમાનને આંબી જતા ભાવ સામાન્ય લોકો અને સરકાર બંને માટે ચિંતાનો વિષય બની ગયા છે કારણ કે તે બંગાળી વાનગીઓ માટે જરૂરી ઘટકો છે.
નાણાકીય નીતિ સમિતિની બેઠક
દેશની કેન્દ્રીય બેંક, ભારતીય રિઝર્વ બેંકમાં આજથી ત્રણ દિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠક શરૂ થઈ છે. RBI દેશ માટે કેન્દ્રીય નીતિ દર અને બેંકો માટેના વ્યાજ દરો નક્કી કરવા દર બે મહિને આ નાણાકીય નીતિની બેઠક યોજે છે. દેશમાં મોંઘવારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં વધારો કે ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે.
કેમ વધી રહ્યાં છે શાકભાજીના ભાવ?
ટાસ્ક ફોર્સના સભ્યો માને છે કે સામાન્ય રીતે કોલકાતાના છૂટક બજારોમાં આવશ્યક ખાદ્ય ચીજોની કિંમતો હજુ પણ ઉંચી ચાલી રહી છે. તેનું કારણ એ છે કે રાજ્યમાં તેનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થતું નથી. ટાસ્ક ફોર્સના એક સભ્યએ જણાવ્યું હતું કે, “આ ઉત્પાદનોને અન્ય રાજ્યોના સપ્લાય પર આધાર રાખવો પડતો હોવાથી, જ્યારે પણ સપ્લાયમાં અછત હોય ત્યારે તેમની કિંમતો વધે છે.”
8 તારીખે આવશે ક્રેડિટ પોલિસી
8 ડિસેમ્બર, શુક્રવારના રોજ આવનારી ક્રેડિટ પોલિસી માટે, મોટાભાગના નાણાકીય નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે RBI દરોમાં કોઈ ફેરફાર કરશે નહીં અને યથાવત સ્થિતિ જાળવી રાખશે. ગયા મહિને દેશમાં છૂટક અને જથ્થાબંધ ફુગાવાના દર સારા હોવાથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને દર વધારવાની જરૂર નહીં પડે.
જમીની હકીકત કઇ બીજું જ કહે છે
દેશના છૂટક બજારમાં શાકભાજીના વધતા ભાવથી સામાન્ય માણસના ખિસ્સા પર નકારાત્મક અસર પડી રહી છે. કોલકાતાનું ઉદાહરણ લઈએ તો છૂટક બજારમાં ટામેટાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. શિયાળાની પ્રિય શાકભાજી વટાણાની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો છે. છૂટક બજારોમાં ડુંગળીનો સરેરાશ ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો છે.


