- પોલીસતંત્રને સ્પષ્ટ સૂચના
- વર્દીને પહેરીને અદાલતમાં આવો : HC
- નહીં તો સખત કાર્યવાહી માટે તૈયાર રહો : HC
ગુજરાત હાઈકોર્ટે આજે પોલીસ તંત્રમાં ફરજ બજાવતા જવાનો અને અધિકારીઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે. હકીકતે હાઈકોર્ટે યુનિફોર્મ વગર જ અદાલતમાં હાજર થતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ફટકાર લગાવી છે. વડી અદાલતે કહ્યું છે કે આવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ અદાલતમાં ઉપસ્થિત રહેવાને લાયક નથી. આ ઉપરાંત હાઈકોર્ટે આ ગેરશિસ્તને લઈને ગંભીર ચેતવણી આપતાં આવા કર્મચારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી દીધી છે.
હકીકતમાં ઘણીવાર પોલીસ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ અદાલતમાં ગણવેશ વગર હાજર થતા હોય છે. આ મુદ્દાને ગેરશિસ્ત ગણીને ગુજરાત હાઈકોર્ટે આજે કડક ટિપ્પણી કરી છે. હવે વર્દી પહેર્યા વિના જ હાજર થતા પોલીસ અધિકારીઓ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. આવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ વિશે વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે, યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. શિસ્ત અને નિયમ બહાર વર્તનાર અધિકારીઓ સામે કડક વલણ અપનાવાશે.
ગુજરાત હાઈકોર્ટે હવે એવા પોલીસ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે કે, જે ખાખી વર્દી પહેર્યા વિના જ કોર્ટમાં ઉપસ્થિત રહી જતા હોય છે. વર્દીની દરકાર નહીં કરનારા પોલીસ અધિકારીઓ સામે હાઈકોર્ટે હવે લાલ આંખ કરતા કહ્યું છે કે, આવા અધિકારી કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે લાયક નહીં.
યુનિફોર્મ વિના જ કોર્ટમાં હાજર થતા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે એમ પણ હાઈકોર્ટે ટકોર કરી છે. યુનિફોર્મ વિનાના કોઈપણ અધિકારી સામે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે એમ પણ હાઈકોર્ટે કહ્યુ છે. નિયમ અને શિસ્ત બહાર વર્તનાર અને કોર્ટ પ્રત્યે બેદરકાર રહેનાર અધિકારીઓ સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.


