- શુક્રવારે લાંબામાં લાબી રાતનો અનુભવ થયો
- શનિવારથી હવે દિવસ ક્રમશઃ લાંબો થતો જશે
- સૂર્યદેવની ગતિને કારણે ભૌગૌલિક ફેરફારની અસર થશે
આવતીકાલ શનિવારથી હવે દિવસ ક્રમશઃ લાંબો થતો જશે અને તેની તુલનામાં રાત્રી ક્રમશઃ ટૂંકી થતી જશે. સૂર્યદેવની ઉત્તર દિશા તરફ ગતિને કારણે ભૌગૌલિક ફેરફારની અસરનો નગરજનો અનુભવ કરશે. બીજી બાજુ આજે શુક્રવારની રાત એ લાંબામાં લાંબી રાત્રી હશે.
સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે. આ ભૌગોલિક ઘટના ઉત્તરાયણ તરીકે ઓળખાય છે. સૂર્ય તેના આકાશમાં વિચરણ દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં 23.5 અક્ષાંશ સુધી જ જાય છે. અને ત્યાંથી પાછો ફરે છે. પરંતુ સૂર્ય 23.5 અંશ ઉત્તર અક્ષાંશને ઓળંગતો નથી. રાજકોટમાં 13 કલાક 14 મિનિટ 11 સેકન્ડ, જૂનાગઢમાં 13 કલાક 11 મિનિટ પ સેકન્ડ, દ્વારકામાં 13 કલાક 13 મિનિટ 59 સેકન્ડ, અમદાવાદમાં 13 કલાક 17 મિનિટ 11 સેકન્ડ, મુંબઈમાં 13 કલાક એક મિનિટ 27 સેકન્ડ, ઉજ્જૈનમાં 13 કલાક 36 મિનિટ 7 સેકન્ડ, દિબ્રુગઢમાં 13 કલાક 36 મિનિટ 7 સેકન્ડ, કશ્મીરમાં 13 કલાક 43 મિનિટ 56 સેકન્ડ લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. જ્યારે તા. 23 મી શનિવારથી રાત્રિ ક્રમશ ટૂંકી અને દિવસ ક્રમશ લાંબો થતો જશે. પૃથ્વીનો ઝુકાવ સૂર્યને પરિભ્રમણ ગતિ, સૂર્ય હોય છે તો દક્ષિણ ગોળાર્ધમાં પણ તે પૃથ્વી પર તરફ્ ગતિ કરે છે.


