- ઉત્તર તરફ થતી હિમવર્ષાને પગલે વધી ઠંડી
- અમદાવાદમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી તાપમાન
- ઠંડીની શરૂઆત થતાં તાપમાનમાં ઘટાડો થયો
ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેમાં ઉત્તર તરફ થતી હિમવર્ષાને પગલે ઠંડી વધી છે. ઉલ્લેખનીય છે કે નલિયાનું તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. ડીસામાં 13 ડિગ્રી, કંડલામાં 11.5 ડિગ્રી તાપમાન રહ્યું છે.
વડોદરામાં 16.6 ડિગ્રી, સુરતમાં 19.0 ડિગ્રી તાપમાન
ઉલ્લેખનીય છે કે વડોદરામાં 16.6 ડિગ્રી, સુરતમાં 19.0 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 13.5 ડિગ્રી, રાજકોટમાં 13.4 ડિગ્રી તાપમાન તેમજ ભાવનગરમાં 18.0 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં આગામી સપ્તાહમાં માવઠાની કોઈ શક્યતા નથી. ડીસામાં ચાલુ સિઝનનું સૌથી નીચું 9.8 તાપમાન રહ્યું છે. કચ્છના નલિયા અને બનાસકાંઠાના ડીસામાં ઠંડીનો ચમકારો વધ્યો છે, નલિયામાં 8.5 જ્યારે ડીસામાં 9.8 ડિગ્રી સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. રાજ્યના વિવિધ શહેર જિલ્લામાં મોડી સાંજે ઠંડા પવન ફૂંકાતાં ઠંડીમાં વધારો થયો હતો.
ઠંડીની શરૂઆત થતાં તાપમાનમાં ઘટાડો થયો
બીજી તરફ રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સપ્તાહમાં ગુજરાતમાં માવઠું કે જોરદાર પવન સાથે વરસાદ પડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ડીસા ખાતેથી મળતી માહિતી પ્રમાણે, ડીસા અને આસપાસના પંથકમાં ગુલાબી ઠંડીમાં વધારો થયો છે, ડીસામાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે, ઠંડીના લીધે લોકો રીતસર ઠુંઠવાઈ ગયા હતા. ગુજરાતમાં શિયાળાની સિઝનમાં સૌથી વધુ ઠંડી નલિયા અને ડીસામાં પડતી હોય છે, ઠંડીની શરૂઆત થતાં તાપમાનમાં ઘટાડો થયો છે.


