- આજે WPL 2024નું મુંબઇમાં મિની ઓક્શનનું આયોજન
- સ્મૃતિ મંધાના WPL ઈતિહાસની સૌથી મોંઘી ખેલાડી
- RCBએ 3.40 કરોડ રૂપિયા ખર્ચીને ટીમમાં કરી હતી સામેલ
વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી આજે યોજાવાની છે. વિમેન્સ પ્રીમિયર લીગ ગયા વર્ષે શરૂ થઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી કોણ છે? ખરેખર, વિમેન્સ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના છે. ગયા વર્ષે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3.40 કરોડ રૂપિયા ખર્ચીને સ્મૃતિ મંધાનાને પોતાની ટીમમાં સામેલ કરી હતી. પરંતુ ગત સિઝનમાં સ્મૃતિ મંધાનાનું પ્રદર્શન કેવું હતું?
ગત સિઝન સ્મૃતિ મંધાનાનું પ્રદર્શન
આંકડા દર્શાવે છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ખેલાડી સ્મૃતિ મંધાના ગત સિઝનમાં વિમેન્સ પ્રીમિયર લીગમાં ખરાબ રીતે ફ્લોપ રહી હતી. સ્મૃતિ મંધાના ગત સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની ટોપ-15 યાદીમાં પણ નહોતી. ઉપરાંત, તે એક વખત પણ પચાસ રનના આંકડાને સ્પર્શી શકી ન હોતી. સ્મૃતિ મંધાનાએ વુમન્સ પ્રીમિયર લીગ 2023 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 8 મેચ રમી હતી. સ્મૃતિ મંધાનાએ આ 8 મેચમાં માત્ર 149 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના આખી સિઝનમાં માત્ર 22 ચોગ્ગા અને 3 છગ્ગા જ ફટકારી શકી હતી.
RCB પ્લેઓફમાં પ્રવેશી શકી ન હતી
તે જ સમયે, સ્મૃતિ મંધાનાના ખરાબ પ્રદર્શનની અસર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પર પણ પડી હતી. ગત સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 8 મેચમાં માત્ર 2 મેચ જીતી શકી હતી. એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. જોકે આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
આજે 2024નું મિની ઓક્શન
WPL એટલે કે મહિલા IPLની શરૂઆત BCCI દ્વારા 2023માં કરવામાં આવી હતી. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની સીઝન-2 માટેની હરાજી આજે એટલે કે 9મી ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે. હરાજી બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. હરાજી માટે 165 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 104 ભારતીય અને 61 વિદેશી ખેલાડીઓ છે. હરાજીમાં માત્ર 30 ખેલાડીઓ પર બોલી લગાવશે.


